________________ >> લેવા લૌકિંઠ માન ! વીતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વડાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષ–માર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના એટલે જ આત્માની આરાધના. જેને આત્માર્થ જાગે તેની આરાધના શરૂ થઈ ચૂકી, પણ મૂઢ મતાથી ને સાધનાને પ્રારંભ જ થતું નથી. અહીં આત્મસિદ્ધિ શાસ્ત્રમાં મતાથીનાં લક્ષણો બતાવતાં, તેની શ્રદ્ધામાં, જ્ઞાનમાં અને માન્યતામાં ક્યાં ક્યાં ભૂલ છે તે કહ્યું. હવે ચારિત્રમાં પણ તેની ભૂલ છે. ચારિત્ર શું તે સમજ્યા જ નથી. તેથી કરતો હોય ઘણું પણ સમજ્યા વગરનું, અહેતુક. લઘું સ્વરૂપ ન વત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન.૨૮... મતાથી જીવ વ્રત-પ્રત્યાખ્યાન કરતો હોય છે. સામાન્યતઃ એવું જેવા મળે કે કોઈ પણ જીવ પહેલાં દ્રવ્ય-ચારિત્ર રૂપ વ્રત -પ્રત્યાખ્યા નથી જ ધર્મની શરૂઆત કરતો હોય છે. તેને બહુ ખબર ન હોય કે શા માટે વ્રત કરવાં ? તેની શું ઉપયોગિતા છે ? પણ તેને ધર્મ પ્રત્યે કંઈક રુચિ જાગી છે. “મારે ધર્મ કરે છે, કર જોઈએ” આવું માત્ર સમયે છે, એટલે વ્રત નિયમ કરવા માંડે છે. કેટલાકનું તે જીવન જ તપ - ત્યાગ થઈ ગયું હોય. બારે મહિના ચાલતું જ હોય. આવા જીવેની સમજણ માત્ર અહીં સુધી જ સીમિત હોય કે " જેન છું, મહાવીરને અનુયાયી છું. મારા મહાવીરે સાડા બાર વર્ષ સુધી તપ કર્યું તે મારે પણ કરવું જ જોઇએ ને?” અને એથી થોડા આગળ વધી કેટલાક એમ સમજે, કે તપ કરીએ તે કમની નિર્જરા થાય. આ