________________ લોપે સત્ વ્યવહારને...! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંત દર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગ્ગદર્શન સમ્યગ્રજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના કરનાર જીવની સ્વાભાવિક વૃત્તિઓ જાગૃત થાય છે. જો કે આ વૃત્તિઓ આત્મામાં પડેલી જ છે પણ વિરાધક ભાવે એ વૃત્તિઓને અનુભવમાં આવવા દેતા નથી. આગમના આધારે, શાસ્ત્રના સ્વાધ્યાયે એ વૃત્તિઓની બૌદ્ધિક ઓળખાણ થાય છે અને એ પછી શ્રદ્ધાના સહારે સ્વાભાવિક્તા જાગૃત થાય છે. આરાધના કરનાર જીવ, આરાધના કરતાં-કરતાં યથાર્થતાને સમજવામાં જે ગોથું ખાઈ જાય તે ભ્રમણામાં અટવાઈ પડે છે. શ્રીમદ્જી એવા જીવની દશા અહીં બતાવે છે. અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંચ લેપે સદ વ્યવહારને, સાધન રહિત થાય...૨૯... પ્રથમ તો નિશ્ચય નય અને વ્યવહાર નયને સમજીએ. જેન દર્શનમાં તત્વને સમજવા માટે જે શૈલી છે તે સ્યાદ્વાદ શૈલી છે, જેને અનેકાન્ત વાદ પણ કહીએ. બીજા શબ્દોમાં એ સાપેક્ષવાદ પણ છે અને Relativity પણ છે. સ્યાદ્વાદ એટલે કેઈ પણ એક પદાર્થને સમજવા માટે ભિન્ન-ભિન્ન દષ્ટિથી વિચાર કરે. જેમાં પરસ્પર વિરોધી દષ્ટિ પણ હોય. તે છતાં વિરેધ ઊભું ન થાય. પદાર્થને જુદા-જુદા અનેક પાસાથી સર્જાશે સમ જ હેય તે આ શૈલીની અનન્ય ઉપગિતા છે. આ દષ્ટિને તર્કની