________________ લેપે સદ્ વ્યવહારને 275 છતાં હજુ કેમ વિષમતા ? રોજ ભગવાનના મંદિરે દર્શન-પૂજન માટે જતે હોય, વીતરાગની પ્રતિમાને ઈવીતરાગતાને અંશ પણ ન પ્રગટે, રાગ દ્વેષ મંદ ન પડે તે તેનું તેને દુઃખ હોય! કે રોજ વીતરાગને પૂજું ને મારામાં કષાયની મંદતા કેમ નથી આવતી ? જે આવા ભાવ વડે શુભ-કરણી, વ્રત-અનુષ્ઠાને થતાં હશે તે તે એક દિવસ એવો આવશે કે સર્વે અનુષ્ઠાને સંવર રૂપ પરિણમશે અને પરિણામે નિર્જરા અને અંતે મોક્ષ થશે. તે સદ્વ્યવહારને લેપવાને નથી પણ સમજીને આચરવાને છે. જે સાધન આત્માની શુદ્ધ દશાને પ્રગટ કરે તેના વડે સાધના કરવાની છે. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં સાધન વગર સિદ્ધિ મળતી નથી. નાના એવા કાર્ય માટે પણ સાધન જરૂરી છે. તે આત્માને પામવા માટે બાહ્ય આભ્યતંર બન્ને પ્રકારનાં સાધન જોઈશે. આંતર સાધન છે ચેતનાની જાગૃતિ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, જીવ દેહનું ભેદ વિજ્ઞાન, તો બાહ્ય સાધન છે વ્રતાદિ અનુષ્ઠાને. જાણે છો બંધુઓ ! માત્ર જૈન પરંપરા જ નહીં પણ ભારતની અન્ય પરંપરાઓમાં પણ આત્માને કેન્દ્ર સ્થાને રાખીને દર્શન- શાસ્ત્ર અને ધર્મ—શાસ્ત્રની ચર્ચા થઈ એ જ ભારતનાં દર્શનની વિશેષતા ! અહીં એક વાત કહી દઉં Eastern Philosophy અને Western Philosophyમાં આ જ મોટું અંતર છે. Easternમાં કેન્દ્રસ્થાને આત્મા છે. તેની આજુબાજુ દ્રવ્યની ચર્ચા, તની ચર્ચા, સ્વર્ગ અને નરકની ચર્ચા, કમેની ચર્ચા, આત્મા અને પરમાત્માની ચર્ચા અને છેવટે આત્માથી પરમાત્મા થવાના ઉપાયની ચર્ચા. આમ Eastern Philosophy આત્માને પરમાત્મા પદ સુધી પહોંચાડવાને માર્ગ પ્રશસ્ત કરે છે. જ્યારે Western Philosophy માત્ર ભૌતિક સંસારની ચર્ચા કરે છે જીવ શું છે ? જગત શું છે ? શેના બનેલાં છે ? બનેને સંબંધ શું છે? બસ, ઈતિશ્રી. ત્યાં આત્માના ભાવાત્મક દડિટકેણુથી કઈ વાત ચર્ચવામાં આવી નથી.