________________ એ મતાથી દુર્ભાગ્ય 287 જાગૃત કરે એવાં નિમિત્તે મળતાં નથી, અથવા સત્ જાગૃત થાય એવું મારૂં ઉપાદાન હું તૈયાર કરી શકતો નથીઆવા વિચારે કદી આંખમાં આંસુ આવ્યાં છે? એના માટે અંતરથી કદી પીડાયા છો ? જે ન પીડાયા હો તે માની લેજે કે દુભાગી છે! સંસારના પદાર્થો કે ધન ગમે તેટલું મળ્યા પછી પણ મહાદુભાગી છીએ. જ્યાં સુધી અંતરવ્યથા જાગશે નહીં ત્યાં સુધી દુર્ભાગ્ય ટળશે નહીં અને સને સાક્ષાત્કાર પામી શકીશું નહીં. શ્રીમદ્જી આવા દુભાગી જીવને કેટલી જાતના અભાવો પીડા દેતા હોય તે સમજાવવા માગે છે. તેથી જ કહે છે આવા જીવન કષાયે ઉપશાંત થયા ન હોય. એ ભલે ઘણે ત્યાગ કરી લેતા હોય, વ્રત-નિયમ કરતો હોય પણ કષાયો ઉત્પન્ન થાય એવા નિમિત્તોને ત્યાગ ન કરી શકતે હોય, જેટલા નિમિત્ત આવે તે સહુમાં ભળી તે - તે રૂપે પરિણમતે હોય, કારણ એ છે કે તે જાણતા નથી હોતો કે, “કષાય એ મારું સ્વરૂપ નથી. હું તે અકષાયી, નિર્વિકારી આત્મા છું. કષાનાં નિમિત્તે તે આવ્યા કરે પણ મારે ભળવું નથી. આ નિર્ણય તેના અંતરમાં આવ્યું ન હોય. કષાય ત્યાજય છે તેમ માને તે જ તેનામાં નિશ્ચયાત્મક બળ જાગે અને તે શક્તિ કષાયને ઉપશાંત કરે. બંધુઓ ! કષાયોને જીતવા માટે પુરુષાર્થ કરે પડે છે. જીવનના પ્રાયોગિક ક્ષેત્રે, ડગલે ને પગલે આવતાં નિમિત્ત સામે અડગ રહેવું પડે છે. કેધાદિન નિમિત્તો આવશે છતાં મારે એમાં ભળવું નથી; એવો નિશ્ચય અંતરમાં સતત વર્યા કરતો હોય તો જીવન જીવતાં જેના સંપર્કમાં આવે, ત્યાં તે જાગૃત રહીને નિમિત્તાધીન ન થાય, અને એમ કમેક્રમે કષા મંદ થતા જાય. પણ આવી જાગૃતિ કેણ સેવી શકે ? જેના આત્મામાં સ્વલક્ષ જાગૃત થયું છે એ. ન જાગ્યું હોય તે બધા જ મતાથીની કોટિમાં. જે આપણે કષાયોને મંદ પાડવાના પુરુષાર્થમાં ન લાગ્યા હોઈએ તે સમજી લેવું કે આપણું નામ પણ એ જ લીસ્ટમાં છે! વળી “નહીં અંતર વૈરાગ્ય અહીં શ્રીમદ્જીને બાહ્ય નહીં પણ અંતર - વૈરાગ્ય અભિપ્રેત છે. તેઓ એક - એક શબ્દ તોળી - તળીને - મૂકે છે. બાહ્ય ત્યાગ કરવાવાળા તે ઘણાં મળી રહે, પણ અંતરમાં ભેગ જાય ત્યાજય છે તેમ આ નિર્ણય તેના બળ લાગે