________________ 278 હું આત્મા છું માણીએ છીએ. મળેલા ભેગમાં મસ્ત છીએ. ન જાણ્યું તે ય કંઈ વાંધે આવતું નથી!” બંધુઓ! દીર્ઘ દૃષ્ટા થઈ વિચારે ! પૂર્વે આ જીવે એક પછી એક ગતિઓમાં પરિભ્રમણ કર્યું છે. હંમેશાં ફરતો રહ્યો. જન્મ-મરણનું ચક ચાલુ જ છે. અને આનું કારણ અંદર જીવમાં જ પડયું છે. આપણને કોઈ જન્માવતું નથી. કેઈ મારતું નથી. આપણે આપણા કારણે જ જન્મ-મરણ કરતાં રહીએ છીએ. સુગતિનું કારણ પણ આપણે અને દુર્ગતિનું કારણ પણ આપણે એ કારણોને જાણ લઈએ તે દુર્ગતિથી બચી શકીએ. દુર્ગતિ કેઈને ય ગમતી નથી. ભગવાન મહાવીરે રાજા શ્રેણિકને કહ્યું તારે મરીને નરકમાં જવાનું છે. એ ના કહે છે. ત્યાં બહુ દુઃખ હોવા છતાં પણ જવું પડ્યું, ત્યાં જવાનાં કારણોનું સેવન કર્યું હતું. તે બંધુઓ ! પૂર્વ ભવમાં જે જે જી દુર્ગતિમાં જઈ આવ્યા, તે કયા કયા કારણોથી ગયા હતા, એ જે જીવ જાણે તે પછી તેને છોડી શકે અને દુર્ગતિઓથી બચી શકે માટે જાણવું ખૂબ જરૂરી છે. પણ જાણ્યું કે કહેવાય ? 'ज्ञानस्य फलं विरति' પહેલાં જાણે અને જાણ્યા પછી ત્યાગે તે જ્ઞાન. જાણવા પછી પણ જે આચરણમાં ન ઉતરે તે તેનું નામ જ્ઞાન નહીં. આચરણમાં ઉતરવું એટલે કે જ્ઞાનદશા વ્યવહારમાં પ્રગટ થવી. આપણે ત્યાં ચૈતન્યની દશાને, જડથી જુદી કરી બતાવતાં એક મહ. ત્વપૂર્ણ શબ્દનો પ્રયોગ થયેલ છે. તે છે “ઉપયાગ. ઉપયોગ. એટલે જીવને બંધ રૂપ વ્યાપાર. જાણવું એ જીવને અસાધારણ ગુણ છે. જીવ સિવાય બીજા કોઈ પણ દ્રવ્યમાં જાણપણું હોતું નથી, તેથી સતત જાણવા રૂપ જીવને વ્યાપાર થાય, તે છે ઉપયોગ. તેમાં જ્ઞાનોપયોગ અને દર્શને પગ. વિશેષ રીતે જાણવું તે જ્ઞાન અને સામાન્ય રૂપે જાણવું તે દર્શન. આ બને ઉપયોગમાં દરેક આત્મા સતત વત્ય કરે. જાણવું એ જીવને સ્વભાવ છે. પણ જાણ્યા પછી એ રૂપ જીવનું પરિણમ્યા કરવું તે જ્ઞાનદશા. આવી જ્ઞાનદશા જે જીવમાં પ્રગટે તેના