________________ 284 હું આત્મા છું જેમકે અહીં બેઠેલાઓમાંથી કેટલાક ભાઈઓ લાયન્સ કલબના મેમ્બર્સ હશે. તેથી તેમના નામ આગળ લાયન ઉપનામ લાગે, જે તે સંસ્થાનું પ્રતિક છે. પણ તમને લાયન ઉપનામ લાગવાથી તમે ખરેખર લાચન બની ગયા ? જરા જેવા તે દે તમારૂં સિંહત્વ ! થઈ ગયા સિંહ જેવા શૂરા ? કે કૂતરાથી પણ ડરે ? ગલીમાં ચાલ્યા જતા હે ને પાછળ કૂતરે દડે તે શું થાય ? જરા પૂછે તે અંતરને ? ક્યાં જાય તમારૂં લાયન ઉપનામ ? તમે જ કહેશે મહાસતીજી ! અમે અંદરથી તે બહુ ડરપોક છીએ, આ તે માત્ર લાયન્સ કલબમાં જોડાયા એટલે લાયન કહેવાઈએ ! બાકી અંદર તે પિોલમપોલ ! પ્યારા બંધુઓ ! ખરાબ ન લગાડશે ! પણ મુમુક્ષુતા માટે કે જૈનત્વ માટે પણ આમ જ છે. કેઈમ-પંથ-સંપ્રદાયમાં ભળી જવાથી કે તેના આચાર-વિચારોનું અનુસરણ કરી લેવાથી મુમુક્ષુ કે જેન નથી બની જવાતું પણ આત્મામાં મેક્ષની અભિલાષા સિવાય અન્ય સર્વ આશા, તૃષ્ણ, લેભ, લાલસા કે અભિલાષા ન રહી હોય અર્થાત્ તીવતમ ભાવે મેક્ષની એક માત્ર ઈચ્છા વર્યા કરતી હોય તે મુમુક્ષુ ! તે બંધુઓ ! શ્રીમદ્જી કહે છે પરમાર્થને પામવાને અધિકારી માત્ર મુમુક્ષુ જીવ જ છે. પણ જે મતાથી પાણું જાય નહીં તે મુમુક્ષુતા પ્રગટે નહીં, અને મુમુક્ષુતા પ્રગટે નહીં તે પરમાર્થ પામે નહીં. માટે જ એવા જીવ પર કરૂણ લાવી શ્રીમદ્જીએ તેની ભૂલ બતાવી, સત્ય રાહ બતાવ્યું, જે જીવ સમજે તે માર્ગ પામે ! બાકી અવસરે