________________ પામે નહિ પરમાર્થને.. ! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદશની પ્રભુવીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે મેક્ષ માર્ગની આરાધના સભ્ય–દર્શન, સમ્યગૂ-જ્ઞાન અને સમ્યગૂ-ચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના સ્વરૂપ દશાની પ્રાપ્તિ કરાવે છે કે જેના વિના જીવ દિશાશૂન્ય થઈને રખડી રહ્યો છે. દશા વિના દિશાની પ્રાપ્તિ થતી નથી. આચારાંગ સૂત્રના પ્રથમ શ્રત સ્કંધના પ્રથમ અધ્યયનમાં કહ્યું છે કે एवमेगेसि णो णायं भवइ, आत्थि मे आया उववाइए, णात्थि मे आया उववाइए के अह्म सि? के वा इओ चुओ इह पेच्चा भविस्सामि? કેટલાક જીવને એ જ્ઞાન નથી હતું કે મારે પુનર્જન્મ છે કે નથી. મારો આત્મા પૂર્વભવમાં કોણ હતું અને અહીં મરીને બીજા જન્મમાં હું કેણ હઈશ ? આપણું પણ એમ જ છે. ખબર નથી કે પૂર્વભવમાં કયાં હતાં અને ત્યાં શું કર્યું ? વિભાવને વધારી સંસાર વધાર્યો કે સ્વભાવને એવી સંસાર પરિમિત કર્યો ? એટલું જ નહીં, અહીં આ જન્મ ધારણ કર્યા પછી પણ સત્સંગ, સલ્ઝવણ, શ્રદ્ધા વગેરે બધાં જ વેગે પ્રાપ્ત થયા પછી પણ આ પ્રશ્ન કયાં ઉઠે છે જીવને ? પૂવે” જ્યાં એકેન્દ્રિય કે જીવજતુ કે પશુ-યોનિમાં જન્મ્યા, ત્યાં તે આ પ્રશ્નને અવકાશ નેતા અને તેથી તેની વિચારણું પણ ન થઈ. પરંતુ અહીં માનવ થયા અને આ વાતે વારંવાર શ્રવણ થતાં, અંતરમાં એ જિજ્ઞાસા જાગી છે ખરી ? શ્રદ્ધા થાય છે ખરી? કે “હું કેણ હતું, શું હતું, કયાંથી આવ્યું અને કયાં જઈશ એ જાણું !" | તમે કહેશે, એ જાણવાની શી જરૂર છે? એ બધું ન જાણીએ તે શું બગડી જવાનું છે ? અહીં સુખેથી જીવીએ છીએ, જીવનને આનંદ