________________ 269 લેપે સદ્ વ્યવહારને ભાષામાં નય કહેવાય છે. જેન-દર્શન શાસ્ત્રોમાં, નય વિષે અનેક ગ્રન્થ છે. આચાર્ય સિદ્ધસેન દિવાકર, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, આચાર્ય હરિભદ્રસૂરી, આચાર્ય સમન્તભદ્રજી આદિ વિદ્વાન મનીષીઓએ આ વિષયને ખૂબ ખેડે છે. આપણે અત્યારે તેના ઊંડાણમાં નથી જવું. મુખ્યતાએ નયના બે પ્રકાર (1) નિશ્ચય નય (2) વ્યવહાર નય. દ્રવ્યના મૂળભૂત સ્વરૂપને જે દૃષ્ટિ વર્ણન કરે તે નિશ્ચય નય અને એ જ દ્રવ્યની વ્યવહારમાં સમયે-સમયે પ્રગટતી વિભન્ન દશાઓનું વર્ણન જે દૃષ્ટિ કરે તે વ્યવહાર નય. - જેમકે આત્મા-નિશ્ચય નય કહે છે આત્મા એ એક શુદ્ધ, બુદ્ધ, અખંડ ત્રિકાળી દ્રવ્ય છે. અજન્મા અને અમર છે. તે માત્ર શુદ્ધ ચિદ્રુપ દ્રવ્ય છે પણ દેવ, માનવ, પશુ કે નારક નથી. તે વ્યવહાર નય કહેશે કે તમે મનુષ્ય છે. અર્થાત્ આત્માની વિભાવ દશાની પરિણતિના કારણે તેણે મનુષ્ય અવસ્થા રૂપ પર્યાય ધારણ કરી છે. આમ દેવ, નારક આદિ પર્યાય એ પણ આત્માની વ્યાવહારિક દશા છે. એ જ રીતે જાતિ-ઇન્દ્રિય આદિની જે ઓળખાણે છે તે પણ વ્યવહાર નથી જ છે. આરાધના માર્ગે નિશ્ચય નય ભાવને લક્ષ્યમાં રાખી વર્ણન કરે છે અને વ્યવહાર નય દ્રવ્યની મુખ્ય તાને ઉપદેશે છે. જૈન અધ્યાત્મ ગ્રન્થમાં બને દૃષ્ટિએ આરાધના પ્રરૂપી છે. સમયસર નિયમસાર, ગસાર જેવા ગ્રંથમાં આત્મા આદિ ષડુ દ્રવ્યનું વર્ણન શુદ્ધ નિશ્ચય નય, પરમ શુદ્ધ નિશ્ચય નથી કરવાની સાથે વ્યવહાર નથી પણ કરવામાં આવ્યું છે. આત્માનું વર્ણન કરતાં નિશ્ચય નય કહે છે, કે “તે અખંડ, શુદ્ધ, ચિપ ત્રિકાળી દ્રવ્ય છે. રાગ-દ્વેષ રહિત છે. નિવિકાર છે. નિર્લેપ છે.” સિક નકલ 35 સિદ્ધ સ્વરૂપ જેવું છે તેવા જ ગુણે આ આત્મામાં છે એ બતાવે. અહીં આપણે તેમાંના એક ગુણને લઈ સમાચના કરીએ. આત્મા નિલેપ છે. તેને કંઈ જ લેપ લાગે નહીં. આત્માની આ નિલે પતા વિષે, કર્મબંધની દષ્ટિએ જોઈએ. આત્મા અને કર્મને સંબંધ