________________ 270 હું આત્મા છું અનાદિ કાળને છે. અને દૂધ-પાણી તથા લેહ અગ્નિની જેમ એકમેક થઈ ગયા છે. તેમજ આ કર્મને ભાર જેટલે વધુ એટલે એ આત્મા આત્મ-પતનની દિશામાં વધુ ને વધુ ગબડતા જાય છે. ઉપર ઉઠી શકતા નથી. પણ જેમ જેમ કમ ઓછા થાય અને એ હળુકમી બને તેમ તેની દશાને વિકાસ થતું જાય છે. આ વાતને દષ્ટાંત દ્વારા સમજાવવામાં આવે છે. જેમ એક તુંબડા પર માટીને લેપ કરવામાં આવ્યું હોય અને એને પાણીમાં નાખે તે તુંબડાને સ્વભાવ તરવાને હોવા છતાં માટીના ભારથી એ પાણીમાં નીચે બેસી જાય. પાણીમાં પલળવાને કારણે જેમ-જેમ માટીને લેપ ઉખડતા જાય, તેમ તેમ તુંબડું ઉપર આવતું જાય, અને જયારે સંપૂર્ણ માટી દેવાઈ જાય ત્યારે તુંબડું એકદમ પાણીની ઉપર તરવા માંડે કર્મ અને આત્માને સંબંધ પણ આવે જ છે. જેમ જેમ કમને લેપ ઓછો થતો જાય તેમ તેમ આત્મ ઊંચે આવતે જાય અને અંતે સિદ્ધિને પામે છે. આ છે વ્યવહાર નયની દૃષ્ટિ. હવે એક દષ્ટિ આત્માને નિલેપ કહે છે અને બીજી દષ્ટિ કર્મના લેપના કારણે જ આત્માની સંસારી દશા કહે છે. આ બન્ને પરસ્પર વિરોધી દષ્ટિને કઈ રીતે સમજવી ? આ જ છે જૈન દર્શનની સ્યાદ્વાદશૈલી. નિશ્ચય દષ્ટિથી આત્મા નિલેપ છે એ જેટલું સાચું છે, વ્યવહાર દૃષ્ટિથી આત્માને કર્મને લેપ છે, એ પણ એટલું જ સાચું છે, પણ સમજવાની કળા જોઈએ. આપણે વિચારીએ આત્મા ચેતન, કર્મ જડ, આ બનેને બંધ કેવી રીતે સમજે? જડ પરમાણુઓ પરસ્પર બંધાઈ શકે પણ ચેતન અને જડનું બંધન થઈ શકે નહીં. આત્મા કર્મથી બંધાય છે, તેમ કહ્યું તે ઉપચારથી, વાસ્તવિકતાએ તે જુનાં કર્મો સાથે નવા કમેને બંધ થાય છે. પણ તેમાં આત્માના વિભાવનું નિમિત્ત હોય છે. તેથી આત્મા અને કર્મને બંધ કહેવામાં આવે છે. આત્મા અને કર્મ બંધાય, તે તે એકમેક નથી થઈ જતાં, પણ એક ક્ષેત્રાવગાહી જ હોય છે. જેમ દૂધ અને પાણીની જેમ આત્મા - કર્મનું બંધાવું કહ્યું. તેમાં વિચાર કરીએ તે દૂધમાં પાણી નાખીએ અને બને