________________ 296 - હું આત્મા છું મનમાં જે વૃત્તિઓ, આખા દિવસમાં જાગી હોય, તે માનસિ વિચારધારા રૂપે રહી હય, વાણી રૂપે બહાર પ્રગટ થઈ હોય કે કાર્ય રૂપે પ્રવૃત્ત થઈ હોય. તે બધી જ વૃત્તિઓને યાદ કરી જવા માટે, ચિંતન કરવા માટે, કાઉસગ્ગ છે. અતિચારો એક - એક બેલતા જાય અને એવી વૃત્તિ આખા દિવસમાં જાગી હોય તો યાદ કરી લેવાની. આમ 9 અતિચારના કાઉસગ્ગમાં 99 પ્રકારના દોષે બતાવ્યા. તેમાંથી કેટલાકનું સેવન થયું હોય, કેટલાકનું ન પણ થયું હોય. બધા જ માણસો બધા જ દોષો સેવતા હોય એવું નથી. પણ એક યા બીજે દેવ તે લાગે જ છે, માટે પહેલાં યાદ કરી જવાને. અને પછી ચોથા આવશ્યકમાં પ્રગટ રૂપે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના 99 અતિચારો બોલાય. ત્યારે પહેલાં યાદ કરેલા દેષોને-વૃત્તિઓને પશ્ચાત્તાપ કરી પ્રાયશ્ચિત લેવાનું છે. આ કરવાથી રોજ - રોજ આપણી બધી જ વૃત્તિઓને આપણે જેતા - તપાસતાં શીખીએ છીએ. અને તપાસતાં જ રહીએ તે કયારેક દેષોને એકરાર કરતાં શીખીશું. દોષને એકરાર કરે બહુ જરૂરી છે, પણ જેટલું જરૂરી છે એટલે જ મુશ્કેલ છે. નથી થતું એ! કારણ અનાદિકાળના અભ્યાસના કારણે “રીઢા ગુન્હેગાર થઈ ગયા છીએ. થોડો કડવો છે આ શબ્દ. પણ બંધુઓ ! એ સિવાય બીજો કેઈ શબ્દ આપણને લાગુ પડી શકતું નથી. પણ અહીં એકરાર કરે સહેલું છે, કારણ પ્રતિક્રમણ કરતાં થત એકરાર આપણે કઈને કહેવા જે પડતો નથી. આપણી અંદર જ કરવાને છે. જો કે તેમાં ય અહમ ઘવાય. છતાં થઈ શકે. બંધુઓ! અહમને કોટ એટલે ઊંડે છે કે અંતઃકરણમાંથી કાઢ મુશ્કેલ થઈ જાય છે. પગમાં કાંટે વાગ્યો હોય વળી જે ઊડે ન ઉતર્યો હેય તે સહેલાઈથી નીકળી શકે, પણ જે ઊંડે ઉતરી ગયો હોય તે સોય વડે કેટલું છેદવું પડે, લેહી નીકળે, ભયંકર વેદના થાય, અરે ! મુખમાંથી ચીસ પણ નીકળી જાય, ત્યારે એ નીકળે. આટલું સહેવાની તૈયારી હોય તે જ ઊંડે કાંટે નીકળી શકે તેમ આત્મામાં પડેલા અહમને