________________ લહવું સ્વરૂપ ના વૃત્તિનું 265 ધર્મોથી નિવત્ત થાય નહીં. કષાયાદિ વિભાવને સ્વભાવ માની એમાં જ ર–પએ રહેતું હોય તે મતાથી. માટે જ વ્રત રૂપ વાડ બાંધે અને ઉપરનાં પક્ષીઓના ઉડાડવાની રીત જાણી લ્યો. તે માટે વૃત્તિઓને તપાસતાં શીખે. બંધુઓ ! વૃત્તિઓને તપાસવાનું સાધન એટલે આપણું પ્રતિક્રમણ! આપણે સમાજના મોટા ભાગના માણસે પ્રતિક્રમણને સમજ્યા નથી. તેથી તેઓ માનતા હોય છે કે પ્રતિક્રમણ કરવાથી શું? અરે ! પર્યુષણના દિવસોમાં અથવા એક સંવત્સરીનું પ્રતિકમણ પણ કરવાનું મન થતું નથી. મને યાદ છે-ઘણાં વર્ષો પહેલાં એક યુવાન ભાઈની જિજ્ઞાસાના કારણે તેઓને પ્રતિકમણ શું છે તે સમજાવ્યું તે તેઓની આંખમાં પાણી આવી ગયાં. તેઓ કહે “મહાસતીજી ! માફ કરજે. અમે તે પ્રતિકમણને આ રીતે સમજ્યા જ નથી. તેથી પ્રતિકમણની તથા પ્રતિકમણ કરનારની આશાતના અમે ખૂબ કરી છે, તેઓ કહે “સંવત્સરીનું પ્રતિક્રમણ કરવા જવું તે ન હેય પણ પરાણે ઘરમાંથી ધકેલે એટલે જવું પડે. થોડું અંધારું થાય એટલે જઈએ. અને 40 લેગસ્સનો કાઉસગ્ગ બધા કરે ત્યારે સાથે લઈ ગયેલા બે-ત્રણ કીલે ભજીયાંમાંથી બધાના હાથમાં એક - એક ભજીયું મૂકી આવીએ અને રફુચક્કર થઈ જઈએ. પછી લકે બૂમાબૂમ કરે. કોણે મૂકયાં? કેણે મૂક્યાં? કેણ જવાબ દે?” બંધુઓ ! વિચારે! કઈ પરિસ્થિતિ છે? કેવી મનોવૃત્તિ છે? કેવી મશ્કરી ? ધર્મની કેવી અવહેલના ? આ બધું શા માટે? સમજણને અભાવ. પણ પ્રતિક્રમણ એ શું છે? કયારે ય વિચાર્યું છે? તેમાં બીજું કશું જ નથી. માનવ મનની સહજ વૃત્તિઓનું દર્શન તથા એ વૃત્તિઓને કારણે થતી પ્રત્તિઓનું દિગ્દર્શન! જે પ્રવૃત્તિઓને અતિચારનું નામ દઈ વર્ણવી છે. વળી આ પ્રતિક્રમણ કરવાની જે પ્રક્રિયા છે તે પણ કેટલી સાર્થક છે! શરૂઆતમાં થતે પહેલે કાત્સગ શા માટે કરવામાં આવે છે તે બતાવતાં કહ્યું છે “અતિચાર ચિંતવનાથે કરેમિ કાઉસગ્ગ