________________ 297 લડયું સ્વરૂપ ના વૃત્તિનું બંધુઓ ! આજ-કાલ મળતી પ્રતિષ્ઠાનું મૂલ્ય શું છે ? શેનાથી પ્રતિષ્ઠા પામો છો ? માફ કરજે મારા ભાઈએ ! પણ કહેવું પડે છે કે અંદર ગમે તેવી ગંદી વૃત્તિઓ પડી હોય, અંદરથી ભયંકર સડેલ હાય, કુ-વૃત્તિઓ અને વાસનાઓ અંદરથી ઉછળતી હેય છતાં જે પાંચ પૈસા થઈ ગયા કે તમે પ્રતિષ્ઠિત. તમે જ વખાણ કરે કે આ અમારા સમાજની પ્રતિષ્ઠિત વ્યક્તિ ! શું વ્યાખ્યા છે પ્રતિષ્ઠાની ! તે આટલી સંસ્થાઓમાં જોડાયેલા છે અને વરસે બે-પાંચ લાખનું દાન કરે છે. પણ અંદરથી તે પ્રતિષ્ઠા પામેલ વ્યક્તિ અને સમાજ અને જાણતા હોય કે કેટલે પોકળ છે. નીતિ અને સદાચારના નામે મીંડું હોય. કંઈક પાપનાં પોટલાં બાંધી પૈસો કમાણે હોય અને દાન કરતા હોય. આ પ્રતિષ્ઠા શું કામની? કેમ ગમે છે તમને આવી પ્રતિષ્ઠા ? શા માટે લેલલ ચલાવ્યે રાખે છે ? શા માટે જૂઠી પ્રતિષ્ઠાના અંચળા ઓટી ફરે છે ? સમાજ પાસે માન મેળવવા ? નહીં ? પણ શ્રીમદ્જી તે અહીં એવા વ્યક્તિને જે કહેવાનું છે તે ખુલ્લા શબ્દોમાં કહી દે છે. એ એમ નથી કહેતા કે ભલે તારામાં આવાં લક્ષણે પડયાં હેય પણ તારી પાસે સંપત્તિ છે ? તે તું આત્માથી ! તારી પાસે સત્તા છે ? તે તું આત્માથી ! ના, એમ નહીં, તારી પાસે સત્તા-સંપત્તિ ગમે તેટલાં હોય તે પણ એ જૂઠી માન-પ્રતિષ્ઠામાં ફસાયો હોય, વૃત્તિને દૂર કરવાના પ્રયાસમાં ન હોય તો તું મતાથી ! અહીં જૂઠી પ્રતિષ્ઠા નથી મળતી. અહીં મળે તે સાચી જ મળે. આત્માથનાં લક્ષણ હોય તે જ આત્માથીને બિલે મળે, નહીં તે નહીં ! ડા સમય પહેલાં પ્રજામતની કલમમાં એક વ્યક્તિને પત્ર વાંચે હતે. તેઓને પ્રશ્ન એ હતો કે હાલમાં મુરારીબાપુનું નામ ભારત અને ભારત બહાર ખૂબ ગૂંક્યું છે. તેઓ અદ્દભુત શૈલીથી રામાયણ વાંચે છે. શ્રોતાઓ મને મુગ્ધ થઈ સાંભળવામાં એકતાર થઈ જાય. હજારેની નહીં