________________ 262 હું આત્મા છું ખાય તે નહીં પણ મને કદાચ તેમાં ચાલ્યું જાય. તે ત્યાં વિવેક જાગૃત હોય. રસવૃત્તિ રૂપ પક્ષી અંદરમાં પેસી જઈભાને ભરખી ન જાય માટે વિવેક કહે કે રસાસ્વાદને જીતવા તે ઉપવાસ કર્યો છે, માટે એ વૃત્તિને નહીં આવવા દઉં', આમ ઉપવાસ સિવાય પણ બીજા જે-જે વ્રત કરીએ તેમાં વિવેક રૂપ રખોપું સદાય જાગૃત જોઈએ કે જે વૃત્તિને વકરતી રોકે આમાં સતત સાવધાની, સતત જાગૃતિ, પિત–પિતા પ્રત્યે પળેપળે જાગૃત હોય. અંતરમાં ચાલતી ભાવ-ધારાને જોયા કરતો હોય, કે મને કયારે શું થઈ રહ્યું છે.? મારું મન, મારા વિચારો, મારી લાગણીઓ કયાં દોડી રહી છે. ? પહેલાં વાડ બાંધે અને પછી રખોપું અને એ ય પિતે જ પોતાને રોપિયે થાય. કારણ આપણા ભાવ-જગતની રક્ષા કરવાનું કામ કેઈનું ય નથી. ખુદ તીર્થંકર પરમાત્મા આપણું ભાવને જાણી લે. કહે કે તને આ સમયે આવા ભાવે આવ્યા. સારા છે કે બુરા તે કહે, પણ તેને અટકાવવાનું કામ તે આપણું જ. એટલે જાગૃતિ તે આપણું પોતાની જ જોઈએ. | માટે જ વ્રતની સફળતા ત્યારે જ કે જ્યારે આપણે આપણી વૃત્તિઓને જાણ હોય. અન્યથા શ્રાવક કે સાધુનાં વ્રત–નિયમો લઈ લે પણ મારી આંતરિક વૃત્તિ જ મને ભમાવનાર છે, મારે તેને દૂર કરવી જ જોઈએ, આ ભાન ન હોય ત્યાં સુધી જીવને આરાધનાના માર્ગે વિકાસ થઈ શકે નહીં. માટે વ્રતે તે એ જ સ્વીકાર્ય બને કે જે વૃત્તિઓને સ્વરૂપાકાર બનાવે. અન્યથા વ્રત ન જોઈએ. વ્રતને આગ્રહ નહીં પણ સ્વાભાવિક વૃત્તિને આગ્રહ થાય તે છેડા વ્રત પણ વૃત્તિને સ્વાભાવિક દશા અપે. ગઈ કાલે આ ગાથાના ત્રીજા ચરણમાં કહેલાં પરમાર્થની વાત પણ પિતાની વૃત્તિને જાણતા નથી તે પરમાર્થને પામતું નથી. જેથી આત્માને અર્થ સધાય એ ઉપદેશ સદ્ગુરુના યેગે મળી જાય તો પણ તે દૂર રાખે. વળી લૌકિક માન, પ્રતિષ્ઠાની ભાવના પણ તેને સરુની સન્મુખ થવા ન દે.