________________ 264 લાખની મેદની તેમને સાંભળવા ભેગી થાય. કામ-ધંધા વગેરે બધું જ છોડીને લોકો દોડે. આ બધું હવા પછી પણ સાંભળનારામાંથી કેટલા માણસનાં જીવન સુધર્યા ? બાપુની કેટલી મહેનત? રેજના છ-છ કલાક એકધારા બોલે. તેઓ જે રસમાં શ્રોતાઓને લઈ જાય તે રસમાં સહુ વહી જાય. હાસ્ય રસ, કરૂણ રસ, વીર રસ, વૈરાગ્ય રસ–બધા જ રસથી સહને ભીજવી નાખે. અરે ! અંતરના એક એક અવગુણોને વીણીવીણ હાથમાં આપે છતાં કેમ લોકો સુધરતા નથી ? હા, કદાચ પાંચ પચાસ માણસોમાં પરિવર્તન આવ્યું હશે પણ બાકીના બધા એના એ જ. સુધરતા કેમ નથી. ? આ પ્રશ્નનો જવાબ તેઓને શું મળે તે મને ખબર નથી. પણ શ્રીમદ્જી તેનું કારણ બતાવે છે - અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાહીં નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ... કેમ સુધરતું નથી ? અહમ પડ્યો છે. માણસ કહેતે હોય છે,–તમે કહે છે, તે સાચું છે, મેં સ્વીકાર્યું. મારી વૃત્તિનાં દર્શન કરાવ્યાં તે પણ સ્વીકારી લીધું. હું એવો છું એ કબૂલ છે. પણ એમ તમારા કહેવાથી જે મારામાં હું પરિવર્તન કરૂં તે નિર્માલ્ય ન ગણાઉં ? તમે કહે ને હું મારી વૃત્તિઓને છોડી દઉં ? એ કેમ બને ? મારી આ વૃત્તિઓ તે મને મારી માનેલી માન્યતાના પિષણમાં કેટલી કામ આવે છે ! મારો અહમ જ મને પાંચ વ્યક્તિઓની વચ્ચે માન અપાવે છે તે કેમ છોડું? હા, અહમને છોડું તે બીજી વૃત્તિઓ પણ છૂટે પણ તે પછી મારી કિંમત શું? એ તે સાપની દાઢમાંથી ઝેર કાઢી લીધા પછી જેટલી સાપની કિંમત એટલી જ મારી કિંમત ! સાપની દાઢમાંથી ઝેર કાઢી લે એટલે એ માત્ર ઈયળ જે, એથી વિશેષ કશું યે નહીં. તે મારે એવું બનવું નથી. ભલે અહમ્ ઝેર હોય પણ એ તે સાચવીને રાખીશ” બંધુઓ ! આ છે જવાબ ! અહમ મૂકે નહીં તેથી સ્વધર્મને ઓળખે નહીં. અને જડના ધર્મો, મનના ધર્મો, ઈન્દ્રિયના ધમે, દેહન