________________ લેવા લૌકિક માન 251 આત્મા સાથે સત્તામાં પડેલાં કર્મો, પિતાની સ્થિતિ પૂર્ણ કરી ક્ષય સન્મુખ થાય તે નિર્જરા તપશ્ચર્યા કરવાથી, કર્મોની સ્થિતિ જલ્દી પૂરી થાય છે અને તે આત્મા પરથી ખરી પડે છે. અહીં પ્રશ્ન એ છે કે તપ કરવાથી કેટલાં કર્મની નિર્જરા થઈ તે. કેમ ખબર પડે? કર્મ કંઈ જે ખેલાં - માપેલાં તે નથી કે જેથી માપીને કહી શકીએ કે આટલાં ઓછાં થયાં! કર્મો તે અનંતાનંત છે. તેમાંથી ઓછાં થાય તે કેમ સમજાય? સાગરમાંથી થોડું પાણી લઈ લીધું, તે સાગરમાંથી કેટલું પાણી ઓછું થયું તે ખબર કયાં પડે ? અફાટ સમુદ્રના અમાપ પાણને કેમ માપીએ? આવું જ કર્મોનું છે. અનંત કર્મોમાંથી થોડાં ઓછાં થાય તે પણ અનંત જ રહે. ત્યાં કેટલા કર્મોની નિર્જ રા થઈ તે કઈ રીતે સમજવું ? આ રહસ્યને સમજાવવા માટે જ શ્રીમદ્જીએ ગાથામાં એક માર્મિક શબ્દ મૂકે “વૃત્તિ તેઓ કહે છે - લઈ સ્વરૂપ ન વત્તિનું વૃત્તિને ઓળખવાની છે. કર્મ સહિત આત્મામાં, બે પ્રકારની વૃત્તિઓ વહી રહી હોય. એક સ્વાભાવિક વૃત્તિ અને બીજી વૈભાવિક વૃત્તિ. જ્ઞાનાદિ મૌલિક ગુણો તથા ક્ષમા, સત્ય, સરળતા, નિર્લોભતા, વિનમ્રતા, નિર્ભયતા, શ્રદ્ધા, સમતા, વિવેક આદિ ગુણનું પરિણામ ધારામાં પ્રગટ થવું તે છે સ્વાભાવિક વૃત્તિ અને ક્રોધાદિ કષાયે, રાગ, દ્વેષ, વિષય, વિકાર આદિ - આદિ દુર્ગુણે રૂપ આત્માનું પરિણમી જવું અને પછી તે રૂપે પ્રગટ થવું તે છે વૈભાવિક વૃત્તિ. - આ બને વૃત્તિઓના સ્વરૂપને જાણી, વૈભાવિક વૃત્તિઓ દૂર કરવા અને સ્વાભાવિક વૃત્તિઓને પ્રગટ કરવા માટે જ આખી યે ધર્મ આરાધના છે. તેમાં તપને સમાવેશ પણ થઈ જાય. હવે જેને વૃત્તિનું ભાન છે અને તે માટે જ વ્રત કરે છે, તેને એક ઉપવાસ પણ કરે હોય તે આગલે દિવસે 15 મિનિટ એક બાજુ બેસી વિચારે કે, “વૃત્તિને તેડે તે વ્રત. મારે એવું જ વ્રત કરવું છે તો મારા અંદરમાં રહેલી કઈ વૃત્તિ મને હેરાન કરે છે ?" માની લે કે, અંતરમાં