________________ 254 હું આત્મા છું કેટલાક માણસે. પોતે કરેલા તપ આદિને સરવાળે માંડતા હોય. આટલી અઠાઇ-નવાઈ કરી લીધી, આટલા જાપ કરી લીધા, આટલી માળા કરી લીધી, રેજ આટલા કલાક સ્વાધ્યાય કરી લીધે વગેરે વગેરે. હવે આગળ કશું જ કરવાનું બાકી નથી. બંધુઓ ! એને પૂછીશ કે તે આ અર્થ તે ગણાવ્યું પણ જીદગી ધરીને પાપ કેટલાં કર્યા તે તે ન ગણાવ્યાં? તે ગણાવને ? એમ કહે ને કે મેં ખૂબ પાપે કરી લીધાં ! બાકી નથી રાખ્યાં કાંઈ માટે હવે પાપ નથી કરવા ! એની તે ગણતરી નથી. જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી પાપ તે કરીશ ! પણ જીવીશ ત્યાં સુધી તપ ત્યાગ કરીશ એમ ન કહે. આવે ત્યાગ કરવાવાળા કહેતા હોય, મારે બધે જ ત્યાગ છે ! હવે શાનો ત્યાગ કરે ? ખાવા-પીવાને ત્યાગ તે કર્યો! મોજ શેખનો . ત્યાગ કર્યો ! પણ પાપને ત્યાગ કર્યો ? કયારેય અંતરને કહ્યું કે હવે પાપની વૃત્તિ જ મારે નહીં જોઈએ ! એ પાપ વૃત્તિ ઝેર જ છે. એ થવું હોય કે વધુ પણ આત્મભાવને મારનાર છે. હે આત્મન ! તું દ્વિભાવિક પરિણતિએ પરિણમ્યા કરે છે તેથી મુક્ત થઈ સ્વભાવ દશામાં સ્થિર થા! જ્યાં સુધી પાપે પરિણમ્યા કરીશ ત્યાં સુધી સ્વભાવને, શાંતિને અનુભવ નહીં થાય ! પણ આ ભાવ જાગે તે આત્માથી થઈ જવાય ને ? પિલાને તે મતાથી રહેવું છે ને વ્રતનું અભિમાન કર્યા કરવું છે. પરિણામ એ આવે કે આવા લૌકિક માનમાં પડેલો જીવ ગ્રહે નહીં પરમાર્થને પરમાર્થને પામી શકે નહીં. પરમાર્થ એટલે શું ? પરમ-અર્થ, સર્વોચ્ચ દયેય માટે કશું કરવું તે પરમાર્થ. જીવનું પરમ ધ્યેય તે મેક્ષ, માટે મોક્ષ સાધક જેટલાં સાધન તે પરમાર્થ. સદ્ગુરુનાં મેક્ષ સાધક વચને તે પણ પરમાર્થ. પરમાર્થને વ્યવહારિક અર્થ કરીએ છીએ લોકોપયોગી કાર્ય. દીનદુઃખી માટે, જરૂરિયાતવાળા માન માટે કે પશુઓ માટે તન-મન-ધનથી કાંઈ કરતા હોઈએ તે પરમાર્થ. પણ તેમાં ય માણસને લૌકિક માનની સ્પૃહા પડી હોય છે. માણસ કરતે હેાય અને ચારે બાજુ કહેતો પણ હોય કે અમે આટલું કામ કરીએ છીએ. ગરીબોને વસ્ત્ર આપીએ, મકાન