________________ 257 લેવા લૌકિક માન સગા-સંબંધીને સાંજી, લ્હાણી, પ્રભાવના, જમણના રૂપે આપે અને સમાજ તપસ્વીને ભેટ રૂપે આપે. શા માટે ? તપશ્ચર્યાની ખુશાલી કે તપસ્વીના બહુમાનને હેતુ તેની પાછળ કદાચ હશે. પણ આજે તે આ હેતુ વિસરાઈ ગયું છે. માત્ર વ્યવહારિક દષ્ટિhણ થઈ ગયા છે. આમ ન કરે તે સમાજમાં નિંદા થાય. અરે ! તપશ્ચર્યા કરનાર, સમાજને કંઈ સાંજી વગેરે ન આપે તે તેના ઉપવાસ લાંઘણું કહેવાય ! કે ન્યાય ? આ વ્યાખ્યા કેણે બાંધી ? કેઈ તપશ્ચર્યા કરે તેમાં સમાજ કયા અધિકારે તેની પાસે માંગે ? અને માગે ને મળે, તો એમાં સમાજનું શું વળે ? બંધુઓ ! આ રિવાજ બહુ જ વિચાર માગી લે છે. માણસેએ તપશ્ચર્યાનું ફળ જ આ માની લીધું છે. શું કેત્તર ધર્મ અનુષ્ઠાનનું આટલું જ મૂલ્ય? શા માટે આવા રિવાજ ? કંઈક આપવું જ જોઈએ એમ શા માટે? હા, તપશ્ચર્યા કરનારને, તેનાં સ્વજનેને હોંશ આવે તે ભલે જરૂરિયાતવાળાને આપે તે સમાજ હાય, સંસ્થા હોય કે પરિવાર હાય પણ પાંચ પંદર રૂપિયાનું એક વાસણ તમારા ઘરમાં આવ્યું કે ન આવ્યું તેથી શું ફરક પડયા ? માફ કરજો બંધુઓ ! પણ ધમી કહેવાતા લેકે પણ આવા રિવાજોને પ્રેત્સાહન આપે. પહેલેથી જ List out થઈ જાય કે પાણીના અઠ્ઠમ કરશે તેને અમુક વ્યક્તિ તરફથી અમુક ચીજ મળશે! વગેરે. બસ, અડ્રમની કિંમત આટલી જ ? શા માટે અનુષ્ઠાનોને વેચે છે? આમાં સાચે ધર્મ માણસને સમજાય કયાંથી ? જેમ દિકરીનાં લગ્ન કરે તે તેને કરિયાવર દેવે જ પડે, ન દઈએ તે દિકરી દુઃખી થાય એમ તપશ્ચર્યા કરે તેને આટલું ધન ખરચવું જોઈએ નહી તે તેની તપશ્ચર્યા તપશ્ચર્યા ન ગણાય વળી તેણે તપશ્ચર્યા કરી તેના બદલામાં પણ તેને કઈક મળવું જ જોઈએ. ધન-સોનુ-રૂપું વગેરે ! આવું કરનાર અને કરાવનાર સહુ મતાથીની કેટેગરીમાં. એ સિવાય એનો બીજે કઈ કલાસ નહી ! આ વ્યવહારે કષાય મારક નહીં પણ કષાયપોષક છે, જે સંસાર જ વધારે, આત્મલક્ષ થાય જ નહીં, ને મતાર્થ જાય નહીં. મતાથી આવા તે કેટ-કેટલા વિકૃત ભાવથી પીડાતા હોય તે ભાવે આગળ કહેવાશે. 17