________________ 256 હું આત્મા છું ખમ્મા કરે, પાંચમાં પૂછાય, પિતે ધમી છે એ બિલ્લે લાગે, આ બધી પ્રતિષ્ઠા તેનું સામાજિક મૂલ્ય વધારી દે તેથી વ્યાવહારિક કાર્યોમાં સરળતા થાય. આખર ધર્મનાં સાધનોને ખેંચીને લઈ ગયાને વ્યવહારિક્તામાં ? બંધુઓ ! આ વૃત્તિ પરમાર્થ ને પામવા ન દે. આત્માર્થને જાગવા ન દે. - આ હેતુને લક્ષ્યમાં રાખી શામાં અનેક પ્રકારે તપશ્ચર્યા કહી. તેમ ઉગ્ર તપસ્વી, દીપ્ત તપસ્વી વગેરે તે કહ્યું પણ એક ગુપ્ત તપસ્વી પણ બતાવ્યા. અર્થાત્ ગમે તેટલી તપશ્ચર્યા કરે પણ કઈ જાણે નહીં. માત્ર કરનારે પોતે જ જાણતા હોય. શા માટે? છૂપાવવાની વૃત્તિ કેમ ? એ સારી છે? ના, અહીં છૂપાવવાની કપટ-વત્તિ નથી પણ એ વિચારે કે હું જે તપ કરું છું તે માત્ર નિજાના હેતુથી જ કરું છું મારે લૌકિક માન જેતું નથી. શાસ્ત્રમાં પણ ઈહલૌકિક કે પારલૌકિક હેતુ માટે અથવા માન પ્રતિષ્ઠાના હેતુથી તપ-વ્રત પ્રત્યાખ્યાન કરવાને નિષેધ છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં બતાવ્યું. नो इहलोगट्टयाए तवमहिढेजा, नो परलोगट्ठयाए तवमहिटूठेज्जा नो कित्ति-वन्न-सह-सिलीगठ्ठयाए तवमहिट्ठेज्जा, नन्नत्थ निज्जरट्टयाए तवमहिठेजा / જે હું તપ કર્યું તે કઈ જાણે અને મને માન આપે તે મારું અભિમાન વધે, મારી પ્રશંસા કે કીર્તિ ગવાય તો પણ અભિમાન વધે. વળી મારું તપ કઈ જાણે અને મારી સેવા-સુશ્રુષા ન કરે તે મને ફોધ થાય મેં તે કેધ, માન, વગેરે કષાને જીતવા તપ કર્યું છે. પણ તેના બદલે આ તે વધે. માટે, હું જે તપ કર્યું તે ગુપ્ત તપ કરું જેથી કષાયોને જાગવાને અવકાશ જ ન રહે. બંધુઓ ! કદાચ ગુપ્ત તપ ન કરી શકતા હો પણ તપ કર્યા પછી માન-પ્રતિષ્ઠાની કામના તે ન જ કરતા. બીજી વાત, આપણા સમાજમાં ઉધઈની જેમ જે કીડા લાગે છે તે છે તપશ્ચર્યા નિમિત્તે કંઈક લેવા-દેવાનો રિવાજ જે તપશ્ચર્યા કરે તે સમાજને