________________ લેવા લૌકિક માન રાખી શકાય છે ખરી કે એટલે જ કંધ આવે છે? એ જ રીતે બીજા કષાયો અને વિષય - વિકારે માટે પણ વિચારીએ, નિરીક્ષણ કરીએ. જે તપ - ત્યાગ કર્યા પહેલાંની પરિસ્થિનિ અને પછીની પરિસ્થિતિમાં સુધારો થયે હેય, વિભાવનાનાં નિમિત્તો આવે છતાં જીવ વિભાવ રૂપે પરિણત ન થતો હોય અથવા ઓછો થતું હોય તે સમજી લેવું કે તપ કરવાથી કર્મોની નિર્જર થઈ છે. અને જે એ જ સ્થિતિ હોય, પહેલાં હતા તેવાને તેવા, તે નિર્જરા નથી થઈ. આ જ નિરાને માપદંડ છે. થઈ હશે એમ કહેવાપણું જ ન રહે. આપણે પોતે આપણામાં પ્રત્યક્ષ પરિણામ અનુભવી શકીએ. જેણે વૃત્તિનું સ્વરૂપ જાણ્યું છે તે સાધક જ વ્રતના મૂલ્યને સમજી શકે. અન્યથા ગ્રહ્યું વ્રત અભિમાન વૃત્તિને ન જાણનાર મતાથી માટે વ્રત વિભાવનું પિષક બને. જેનાથી કષાય મંદ કરવાના હતા તેનાથી કષાયો ઉગ્ર બને. તપશ્ચર્યા કરનાર વધુ ધી હોય એવું જોયું છે. આનું કારણ છે હેતુને સમજ્યા વગર જ વ્રત કર્યા, અને તે પણ અમાપ. ' અરે ! કેટલાક જીવે તે તપ-ત્યાગ પણ પોતાના અભિમાનને પોષવા માટે જ કરતાં હોય ! તેઓ કહેતા હોય કે હું મહિનામાં આટલા ઉપવાસ કરું, આયંબિલ કરું, એકાસણું કરું. હું પર્વ-તિથિએ લીલેતરીને ત્યાગ, કંદમૂળને ત્યાગ, રાત્રિભેજનને ત્યાગ, એટલું જ નહીં આટલી સામાયિક કરું, જાપ કરું, ભક્તિ કરું. રેજને નિત્યકમ તે સાચે જ. ગમે તેમ થાય મારું આ બધું હું ચૂકું નહીં. આ બધું જ્યાં જાય ત્યાં ગણાવ્યા જ કરતા હોય. એટલું જ નહીં ! એનું comparison માંડે. જુઓ હું આટલું કરું છું પણ મારા અમુક સંબંધી કે મારા પાડેશી કશું જ કરતા નથી. જન્મ ધર્યો છે તે ધર્મ કરવો જ જોઈએ ને ? બંધુઓ ! આ કઈ વૃત્તિ બેલે છે? આટલું કરે છે તે લેકેને બતાવવા અને અભિમાન વધારવા. ત્યાગ કરીને શું કર્યું? અભિમાનને પિગ્યું. ચાલ્યા ને ઉલટો? પછી એ મતાથ નહીં તે બીજે કોણ?