________________ જે સમજે શ્રુતજ્ઞાન 247 ત્યજ્યા, તેથી મોક્ષ પામ્યા. આવા જીવ સિદ્ધ થાય તેને અન્ય લિગ સિદ્ધા કહેવાય. એક વાર આ વિષયમાં એક ભાઈ સાથે ચર્ચા થઈ તેઓ આગમના જાણકાર હતા. અમે પૂછ્યું: તમારી શું માન્યતા છે ? તેઓ કહે કે મારી તો દઢ માન્યતા છે કે અન્ય વેષે કેવળજ્ઞાન તે થાય પણ મોક્ષ ન થાય. એને જેવું કેવળજ્ઞાન થાય કે તરત જ સત્ય સમજાતાં સંન્યાસીને વેષ ઉતારી નાખે અને જેન પરંપરાને માન્ય મુનિને વેષ ધારણ કરી લે. સાંભળીને હસવું આવ્યું. કેવી બાલિશતા ! કેવી ઊંધી માન્યતા ! કેવળજ્ઞાન થયા પછી માત્ર આત્માનંદમાં રમતાં વીતરાગને એ લક્ષ્ય પણ નથી કે એમણે વસ્ત્ર પહેર્યા છે કે નહીં ? તે ત્યાં આ કે તે વેષ પહેરવાની વાત જ કયાં ઊભી રહે છે ? એ તે આત્માના અખંડ જ્ઞાન સ્વરૂપની અનુભૂતિમાં એકાકાર થઈ ગયા હોય ! વળી મોક્ષને વેષ સાથે શું સંબંધ છે ? મોક્ષ વેષથી કે વેષને નથી થતો. વિશુદ્ધ આત્માને થાય છે. અરે ! જેન સંપ્રદાયમાં પણ દિગમ્બરે એમ કહે કે શરીર પર વસ્ત્ર હોય ત્યાં સુધી મોક્ષ ન થાય. વસ્ત્ર પરિગ્રહ છે. પરિગ્રહ છે ત્યાં મોક્ષ નથી. પણ ભાઈ ! અમે તે કહીએ છીએ કે શરીર હોય ત્યાં સુધી પણ મોક્ષ નથી. શરીર છોડશે તો જ મોક્ષ છે. પછી શરીરને લઈને કેમ ફરે છે? કારણ કે આસક્તિ જ મોક્ષનું અવરોધક કારણ છે. પછી તે શરીરની હાય, વસ્ત્રની હોય કે બીજા કોઈ પ્રકારની હેય. બંધુઓ ! તર્ક-વિતર્ક ઘણું કરી શકાય ! પણ એ ન કરતાં અહીં માત્ર એટલું સમજવું છે કે મેક્ષ આત્માને છે. શરીર, વસ્ત્ર કે વેષનો નથી. મતાથી જીવ આવો દીર્ઘ વિચાર કરવા ઉભે જ રહેતું નથી. એ તો પિતાના હડાગ્રહમાં જ હોય, હું કહું તે જ સાચું આવું જ માનતે હાય પછી ત્યાં અન્યની સાચી વાતને સાંભળવા જેટલી ધીરજ પણ કયાંથી હોય ? આવા મિથ્યાત્વી જી કેવા હોય, તેની માન્યતા શું હોય તે બના રસીદાસજી નાટક સમયસારમાં કહે છે.