________________ જે સમજે શ્રુતજ્ઞાન 245 સર્વ સંપત્તિને ભોગવટો તો થાય તેમ નથી. પણ દેવનું તો આયુષ્ય મોટું અને સંપત્તિ પણ ઘણી, તેથી મનની લાલસા પુરી કરવાની તક ત્યાં છે, માટે જે ત્યાં જઈએ તો સારું. બંધુઓ ! દેવાદિ ગતિના વર્ણનનું જ્ઞાન કરીને ભોગની લાલસા વધારી ! શું આ માટે જ શાસ્ત્રમાં આ વાત કહી છે? નહીં, તેને પરમાર્થ સમજવાનું છે. દેવાદિ ગતિઓનું વર્ણન તો એટલા માટે કર્યું છે કે જીવ એ—એ પ્રકારનાં કાર્યો કરે તો તેને એ—એ ગતિઓમાં જન્મ ધારણ કરવા પડે છે. ત્યાં મળેલી વિપરીત પરિસ્થિતિઓથી રાગદ્વેષ થશે અને તે વળી નવાં કર્મ બંધાવે. આમ ચક્ર ચાલ્યા કરે. પણ જે જીવનું સ્વરૂપ અકષાયી છે એ સમજી કષાય-વિજય કરવાનો પ્રયાસ થાય તો કર્મ–બંધ અટકે, અને કમ–બંધ અટકે તો ગતિઓનું પરિભ્રમણ અટકે. જીવનું ચરમ લક્ષ્ય તો પંચમ ગતિરૂપ મેક્ષ છે, અને તે પામવા માટે તો હું કેણ છું? મારું સ્વરૂપ શું છે? કયાંથી આવ્યો અને કયાં જવાને છું? આ સમજે તો તે શ્રતજ્ઞાન છે. પણ આ ન સમજતાં ભંગજાળમાં અટવાયા કરે, તે તેથી કંઈ કલ્યાણ થાય નહીં, માટે તે શ્રુતજ્ઞાન નથી. છતાં તેને જ શ્રુતજ્ઞાન માનવાવાળાને શ્રીમદ્જીએ મતાથી કહ્યું. આ મતાથી જીવ સદગુરુ પાસે જઈને શાસ્ત્રવાર્તા કરે તો પણ કેવા પ્રકારની કરે તે બતાવતાં શ્રીમદજી “ઉપદેશ છાયા” માં કહે છે “ગુરુ પાસે રોજ જઈ એકેન્દ્રિયાદિ જીવોના સંબંધમાં અનેક પ્રકારની શંકાઓ અને કાનાએ કરી પૂછડ્યાં કરે, રોજ જાય અને એનુ એ જ છે, પણ કઈ દિવસ એમ પૂછતો નથી કે એકેન્દ્રિયથી માંડી પંચેન્વિને જાણવાનો પરમા શે ? એકેન્દ્રિયાદિ જેવો સંબંધી કલ્પનાઓથી કોઈ મિશ્યાગ્રંથી છેદાય નહિ. વાસ્તવિક રીતે તો સમકિત પ્રાપ્ત કરવાનું છે.' “જગતનું વર્ણન કરતાં અજ્ઞાનથી અનંતીવાર જીવ ત્યાં જન્મી આવ્યો, તે અજ્ઞાન મૂકવા માટે જ્ઞાનીઓએ વાણી કહી છે, પણું જગતના વર્ણનમાં જ બાઝી પડે એનું કલ્યાણ કેવી રીતે થાય ? એ તે અજાણપણું કહેવાય. જે જાણીને અજ્ઞાનને મૂકવાને ઉપાય કરે, તે જાણપણું, પરમાના કામમાં આવે તે જાણપણું, મોક્ષના કામમાં જે જ્ઞાન ન આવે તે અજ્ઞાન.”