________________ 243 જે સમજે શ્રતજ્ઞાન ન નાખ. કેઈના કારણે તને દુઃખ નથી આવ્યું, પણ તારા પિતાના જ ગુપ્ત કારણે આવ્યું છે માટે સમતાથી સહેવા સિવાય બીજે કઈ વિકલ્પ નથી. જે આમ સમજી સમતા રાખે, મહાભયંકર વેદનામાં પણ વિષમતા ન આણે તે ભ—ભવનું દુઃખ ટળી જાય. ગજસુકુમાર અને મુનિ મેતારજે એવી સમતા રાખી કે એક ભવનું નહીં, પણ અનેક ભવનાં દુઃખોને દૂર કરી નાખ્યાં. તેઓ દેહભાવથી પર થઈ ગયા. “જે થાય છે. તે દેહને થાય છે. હું તે આત્મા છું. દેહથી ભિન્ન છું. મારે મારામાં જ રહેવું ઘટે. દેહમાં જાઉં તે દેહની વેદનાને અનુભવ થાય. પણ દેહથી હું પર છું. દેહમાં રહેવા છતાં દેહથી અલગ રહેવું તે મારો ધર્મ છે. દેહભાવે દેહનું પરિણમન અને આત્મભાવે આત્માનું પરિણમન.” આવી ભેદ દષ્ટિ જેને લાધી ગઈ તેને દુઃખ શું તેની ખબર જ નથી. હા, તે ધર્મ આ શીખવે છે અને આ જ યથાર્થ આરાધના છે. આવી આરાધના જ ફળ આપે. અન્યથા સમજણ વગરની કરેલી ઘણું મહેનત પણ નિષ્ફળ જ જાય છે. માત્ર વ્યાવહારિક રૂઢિ પરંપરાથી ચાલતી કિયાઓ કરી લેવાથી ફળ મળતું નથી. જે હેતુ તેવું ફળ. અલૌકિક ભાવથી અલૌકિક ફળ અને લૌકિક ભાવથી લૌકિક ફળ મળે. બંધુઓ ! લૌકિક હેતુથી કરાતે ધર્મ ક્ષણિક દુઃખ મુક્તિ અથવા થોડું સુખ આપી પણ દે પણ અંતે તે દુઃખરૂપ જ છે, કારણ ધર્મનું સર્જન માત્ર એક અલૌકિક હેતુથી જ થયું છે. અલૌકિક હતુથી કરતે ધર્મ જ સ્થાયી આનંદ આપી શકે તે ભૂલવું ન જોઈએ નાટક સમયસારમાં બનારસીદાસજી કહે છે - લીન ભયૌ વિવહારમેં, ઉકિત ન ઉપજે કે, દીન ભયો પ્રભુ પદ જપે, મુકિત કહાસૌ હેઈ... જે કેવળ વ્યવહારમાં લીન છે, અંતર વિષે ભેદજ્ઞાન નથી, જે દીનતાપુર્વક પ્રભુને ભજ્યા કરે છે તેની મુક્તિ કયાંથી થાય? ન જ થાય. આવા યથાર્થ આરાધનાને નહીં સમજનારા જીવ મતાથી છે. અહીં મતાથનાં લક્ષણોનું વિવેચન ચાલી રહ્યું છે. શ્રીમદ્જી કહે છે– દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રતજ્ઞાન માને નિજમત વેષને, આગ્રહ મુકિત નિદાન.૨૭