________________ જે સમજે શ્રુતજ્ઞાન ! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની, અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જ સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષનો માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના, યથાર્થ રીતે થાય તો જ તે ફળીભૂત થાય. અન્યથા કરેલે પુરુષાર્થ નિષ્ફળતામાં પરિણમે. વ્યાવહારિક કામમાં જેમ યથાર્થતાનો આગ્રહ રહે છે, તેમ આરાધનાના માર્ગે એટલે જ, બકે એથી વધુ ખ્યાલ રહેવું જરૂરી છે. પ્રાયઃ એવું બનતું જોવામાં આવે છે કે લેકરૂઢિથી થતા ધર્મના કિયા–આચારે, લાંબા સમય કરાયા પછી પણ મનનું માનેલું ફળ ના મળે, તેથી માણસની શ્રદ્ધા તૂટી જાય છે. અમુક ઉપવાસ, આયંબિલ કરૂં તે આવેલ આપત્તિ દૂર થઈ જાય, આવા વિશ્વાસથી કરાતાં અનુષ્ઠાન જ્યારે એ સંકટને નષ્ટ ન કરી શકે ત્યારે માનવ કહે છે “ધમ ખોટો છે. મેં આટઆટલું કર્યું, છતાં મને ફળ ન મળ્યું. અને તે અનુષ્ઠાનેને આચરવાનું છોડી દે છે. આ દૃષ્ટિ વિચારણા માગી લે છે. શું આ રીતે થતાં વ્રત-પ્રત્યાખ્યાને સાંસારિક દુઃખ દૂર કરી દે ખરા ? અને ન કરે તે તે બેટા? જે આ અનુષ્ઠાને જ સંકટનું સમાધાન હોત, તે માનવને બીજો કોઈ પ્રયત્ન કરવાનું જ ન રહેત. ગમે તેમ કરીને અનુષ્ઠાન કરી લેત, પણ એમ નથી. ઘર્મ સંકટ સમયે સહાય કરે છે તે વાત સાચી, પણ કઈ રીતે સહાયક થાય? દુઃખ સમયે ધર્મ દૃષ્ટિ એમ કહે છે કે આવેલ દુઃખ તારાં કરેલાં કર્મોનું ફળ છે માટે સમતા રાખ, વિષમતા ન લાવ. કઈ પર આક્ષેપ