________________ 240 હું આત્મા છું ગુરૂજી! તમ વિના બેલી મારૂં કેઈ નથીહે...છે; બાપજી ! સાંભળે પોકાર..(૨) તમ વિના...ગુરુજી ગુરુજી ! જળ વિના તલખે જેમ મિનકા ..હે.જી; દિલ મારું તલખે દીદાર...(૨) તમ વિના...ગુરૂજી જ્યા આત્માથી જીવ સદ્ગુરુના ચોગ વિના અકળાતો હોય, ત્યાં મતાથી જીવ મળેલા વેગને સફળ ન કરી શકતો હોય. તેની દૃષ્ટિની વિમુખતા અને કુ-ગુરુને સુ-ગુરુ માનવાની ભૂલ, તેની સમજણનાં દ્વાર બંધ જ રાખે, ખુલવા ન દે. તેને કોઈ સદ્દગુરુ સામેથી જઈને સાચો રાહ બતાવે તે પણ તે ચાલવા તૈયાર ન થાય. શું જાણે ભકિત વનચર વગડાના રે વાસી? પાસે જઈને પ્રમોદીએ, તે નિચે જાય નાસી રે સાધુ પુરુષને સંગ ન કીધે, આપ આપ ઉદાસી.શું..જાણે આવી દશા હોય મતાથીની !' સદગુરુને માને નહીં અને અસદ્ગુરુમાં પડેલા મમત્વને છેડે નહીં ! અસદ્દગુરૂને સેવતાં હિત થાય છે કે અહિત, તેનો વિચાર એ કરી જ ન શકે ! પણ પિતામાં રહેલ અડમ નું પિષણ થાય માટે અસદ્ગુરુમાં દઢ વિશ્વાસ ધરાવે. તેમના પ્રત્યેની પ્રીતિ વધુને વધુ મજબૂત કરતે જાય. કારણ કે ત્યાં માન મળે છે, સમાજે માનેલી જુઠી પ્રતિષ્ઠા મળે છે. એવા ગુરુ તે તેની વાહ વાહ કરે, અને તેમાં ય જે ધન ખચી જાણતા હોય તો પછી પૂછવું જ શું? ભાઈ ભાઈ થતો હય, પાંચમાં પૂછાતા હોય ! ખ્યાલ કર બંધુઓ ! આવા ઢેગી ગુરુઓને આવા શિષ્ય મળી જ રહે, તેને આત્મ-આરાધનાના નામે કંઈ લેવા-દેવા નહીં અને વ્રત –પ્રત્યાખ્યાન આદિમાં પણ રસ નહીં. માત્ર વાહ-વાહ થાય. માન પ્રતિષ્ઠા મળે. બસ! એ ધર્મ જોઈએ અને એવા ધર્મગુરુ જોઈએ! જે ભક્તોને ચાવી દીધેલા રમકડાની જેમ રમાડતા હોય. આ કાળમાં આવા અંધશ્રદ્ધાળુ માન સંખ્યાબંધ મળે અને ધૂતારા કુ-ગુરુઓ એવા છે લોકેને ભક્ત બનાવી પિતાના સ્વાર્થનું પિષણ કરે. પિતાનું અહમ્ પણ