________________ વતે દષ્ટિ વિમુખ 237 નામ લઈને બેલા, તરત સાંભળે અને સાંભળીને સામું જુએ. આમ બધી જ ઈન્દ્રિયોને ઉપયોગ અનાયાસે એ કરવા માંડે. સાથે-સાથે મનનું કાર્ય પણ શરૂ થઈ જાય છે. બાળક ઉંઘમાં હસે. શા માટે ? તેના અવચેતન મનમાં ચાલતી કઈ પ્રક્રિયા હાસ્ય રૂપે પ્રગટ થાય છે. બંધુઓ ! આપણે નાના હતા ત્યારે કઈ એ શીખવ્યું નથી કે જે, આ તારા કાન છે, તેનાથી તારે સાંભળવાનું. આ આંખ છે, તેનાથી જેવાનું. છતાં બધી જ ઈદ્રિને એ-એ પ્રકારે ઉપયોગ કરી જ લઈએ છીએ. ક્યારેય વિચાર્યું આનું કારણ શું હોઈ શકે ? અનંત ભૂતકાળમાં એકબે-ત્રણ-ચાર જેટલી ઈદ્રિયે મળી ત્યાં-ત્યાં વિષયના ભેગવટા સિવાય બીજું કશું કર્યું જ નથી. જીવને વિષયે જ પ્રિય છે. આપણી ચેતના બહિર્મુખ થઈ વિષય તરફ જ દોડી રહી છે. એટલે ઈદ્રિ સાથે જ્યાં જેટલી બુદ્ધિ મળી, જ્યાં મન મળ્યું, તે બધી જ શક્તિઓને ઉપયોગ પણ આ દિશામાં જ થયે. ઇક્રિયે, મન, અને દેહમાં આટલી ઊંડી આસક્તિનું પરિણામ એ આવ્યું કે જીવને પિતાના શ્રેય સંબંધી વિચારોને અવકાશ જ રહ્યો નહીં. વળી જીવને ઈન્દ્રિયોના વિષયની આસક્તિ જેટલી વધારે એટલા રાગ-દ્વેષ પણ વધારે. અને રાગ-દ્વેષનું પરિમાણ જેટલું તીવ્ર તેટલો જીવ આત્માથી દૂર, એટલે કે તેને આત્મ-ભાવ જાગૃત થાય જ નહીં. રાગાદિ ભાવે મિથ્યાત્વનાં પોષક છે. મિથ્યાત્વ પોષાતું રહે ત્યાં સુધી આત્માર્થ જાગે ક્યાંથી ? અને તેથી આ વિરાટ વિશ્વમાં પડેલા ઉત્તમ નિમિત્તને ઓળખ્યા વિના જીવ બેભાન થઈ આથડી રહ્યો છે. જીવને ઉત્તમ નિમિત્તે મળતાં તે હોય છે, પણ આંખઆડા અંધારા, તેની ઓળખાણ થવા દે નહીં. તેથી તારક નિમિત્ત મળે તે પણ તેને આરાધી શકે નહીં. અર્થાત્ તે નિમિત્તના આશ્રયે આત્મ-આરાધના કરી શકે નહીં. નિષ્કારણ કરૂણાશીલ જ્ઞાની પુરુષ, આ જીવન પરિણામેને જોઈ અંતરમાં કંઈક ખેદ અનુભવે છે. તેના પર કરુણા વરસાવે છે. અને તેને