________________ 234 હું આત્મા છું જ્ઞાન તે જ આત્મા અને આત્મા તે જ જ્ઞાન. એમ તેઓની આત્મા ચેતના જ્ઞાનમય જ છે, માટે પ્રભુ “જ્ઞાન–સ્વરૂપી છે. * પ્રભુ “અમલ છે, જ્યાં જરા પણ મલિનતા નથી તે અમલ મેહ છે. ત્યાં મલિનતા છે, મેહ નથી માટે મલિનતા નથી. સર્વ વિશુદ્ધ આત્મા પ્રભુ “અમલ” છે. સંત પુરુષે, આત્માથી જ પ્રભુને આવા ગુણે વડે પીછાણે છે.. અહીં જિનેશ્વર ભગવાનનું આંતર સ્વરૂપ બતાવ્યું કે જે આત્માનું મૌલિક સ્વરૂપ છે અને તે જ જાણવા ગ્ય છે. આ ગુણથી જ જિનેશ્વરના સ્વરૂપને સમજી શકાય છે. પણ મતાથી જીવ પ્રભુને પુણ્યદયથી મળેલી બાહ્ય રિદ્ધિમાં અંજાઈ જઈ તેને જ પ્રભુનું સ્વરૂપ, સમજે છે અને તેમાં જ પિતાની બુદ્ધિનું સાર્થક્ય સમજે છે, પણ તે ભૂલ છે. શ્રીમદ્જીએ અહીં દેવ સંબંધી માન્યતામાં કયાં ભ્રમ સેવાઈ રહ્યો છે તે બતાવ્યું. હવે આગળ મતાર્થીનાં અન્ય લક્ષણે કેવાં હોય છે તે કહેવાશે..