________________ વર્ણન સમજે જિનનું 233 રામના હાથમાં હોય અને સામાન્ય માણસ પરણવા જાય ત્યારે એની લગામ કામદેવના હાથમાં હાય. પ્રભુના અનંત પાવન અંતઃકરણમાં કામદેવ પ્રવેશ પામી શકે નહીં, માટે પ્રભુ “અનંગકેતું છે. પ્રભુ યેગીશ્વર છે. પેગ પર જેમણે પ્રભુત્વ મેળવ્યું તે ગીશ્વર. મન, વચન અને કાયાના યોગની પ્રવૃત્તિઓ સામાન્ય માનવની જેમ હિતી નથી, પણ ત્રણે ય યોગોને સાધી લીધા છે. રોગોને સાધી, તેની નિરર્થકતા જાણે, અગી બનાવવા માટે જઈ રહ્યા છે તે ગીશ્વર છે. પ્રભુ “વિદિત ગ” સર્વ પ્રકારના કેગના જાણકાર છે.અર્થાત મન, વચન, કાયાને તેના દ્રવ્ય-પર્યાય રૂપ પરિણમનને જાણે છે. અને બીજી રીતે કહીએ તે પ્રભુ વિશ્વના જેટલા–જેટલા જડજડ અને ચેતન-જડના ગે થવા સર્જાયેલા છે, તે સર્વના જાણકાર છે. પ્રભુ “અનેક છે અને એક પણ છે. સિદ્ધ ભગવાનની સ્તુતિ કરતાં એક ભક્ત હૃદય કહે છે. એકમાંહી અનેક રાજે અનેક માંહિ કિક, એક અનેકકી નાહી સંખ્યા નમે સિદ્ધ નિરંજનમ સિદ્ધાલયમાં સિદ્ધ પરમાત્મા જ્યાં એક બિરાજે છે ત્યાં અનેક પણ છે અને અનેક છે ત્યાં એક પણ છે. સિદ્ધ પ્રભુને આત્મા જેટલા આકાશ પ્રદેશને અવગાહીને રહ્યો હોય ત્યાં જ બીજા સિદ્ધાત્માએ રહી શકે. છતાંય અનેક વચ્ચે સહુનું પિતાનું અસ્તિત્વ સ્વતંત્ર જ હાય માટે પ્રભુ એક પણ હોય. વળી બીજી રીતે સર્વ આત્માનું સ્વરૂપ એક સરખું જ છે માટે એક છે અને પ્રભુમાં અનેક ગુણો છે માટે અનેક છે. પ્રભુ સ્વયં એક છે, પણ અનેક ભક્તોના હૃદયમાં બિરાજે છે માટે અનેક છે. કે પ્રભુ “જ્ઞાન સ્વરૂપ છે. આત્માના અસંખ્ય પ્રદેશ-પ્રદેશે જ્ઞાન ગુણ છે. જ્ઞાન ગુણ રહિત, આત્માને એક પણ પ્રદેશ હાય નહીં. પ્રભુએ સર્વથા જ્ઞાનાવરણીયને ક્ષય કરી, સંપૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ કરી છે. વળી