________________ 231 વર્ણન સમજે જિનનું અનંત અને અવ્યાબાધ છે. તેઓના આત્માની સંપૂર્ણ નિર્મળતા એવી છે કે હવે કોઈ પણ નિમિત્તે તેને મલિન કરી શકે નહીં. સર્વ વિશુદ્ધિને તેઓ પામી ગયા છે. તે ભાવો અનંત કાળ સુધી વર્ચા કરશે. સંપૂર્ણ જ્ઞાતા દષ્ટ ભાવને વરી ગયા છે. માટે જ પ્રભુ અવ્યયી છે. પ્રભુ “વિભું છે. પ્રભુએ અંતરંગ વિભૂતિ પ્રાપ્ત કરી છે તેથી તેઓ સ્વ-પર પ્રકાશક છે. પોતે આંતર-બાહ્ય પ્રકાશિત છે અને અન્યને પણ પ્રકાશિત કરે છે. તેઓના જ્ઞાનમાં લેકને એક પણ પદાર્થ છાને રહેતે નથી. બધાજ પદાર્થોનાં પ્રતિબિંબ તેઓના આત્મ-દર્પણમાં ઝળકે છે. વળી પિતે જે રીતે પ્રકાશિત થયા, એ જ માર્ગ અન્યને પણ બતાવે છે માટે પ્રભુ “વિભુ છે. પ્રભુ “અચિત્ય છે. જેને ચિંતન દ્વારા જાણ ન શકાય, માપી ન શકાય, તે અચિય. માનવ મનથી ચિંતન કરી પદાર્થોને જાણતા હોય છે પણ મનના વિચારે એક સીમા સુધી જ પહોંચી શકે. પ્રભુનું અનંત મહિમામય સ્વરૂપ તે અસીમ છે, ત્યાં સુધી કેમ પહોંચાય? વળી મન જડ અને પ્રભુ એટલે અનંત ચેતનાને અવિકલ આવિષ્કાર ! કયાં મેળ બાય? પ્રભુ આપ અમારા ચિંતનમાં સમાઈ શકે નહિ. માટે જ આપ “અચિત્ય છે. પ્રભુ “અસંખ્ય છે. જે સંખ્યાના માપથી ન મપાય તે :અસંખ્ય પ્રભુના અનંતગુણો પ્રગટ થઈ ચૂક્યા છે. આત્માના અસંખ્ય પ્રદેશ પર રહેલા અનંત-અનંતગુણો આવિર્ભત થયા છે તેથી આપ “અસંખ્ય છે. પ્રભુ “આદ્ય છે. જેઓએ કેવળજ્ઞાન, કેવળદર્શન અને સંપૂર્ણ યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ કરી છે, જે આદિ અનંત છે, તેથી આદ્ય છે. આ સ્તોત્રમાં ભગવાન ઋષભદેવની સ્તુતિ કરવામાં આવી છે. પ્રભુ આ અવસર્પિણી કાળના, ભરતક્ષેત્રના પ્રથમ તીર્થકર, પ્રથમ રાજેશ્વર, પ્રથમ સમાજ સેવક એમ અનેક પ્રકારે સમાજ ક્ષેત્ર અને ધર્મ ક્ષેત્રના આદ્ય કર્તા છે તેથી તેઓ “આદિનાથના નામથી જેન-અજૈન પરંપરાઓમાં પ્રસિદ્ધ છે માટે તેઓ “આઘ છે.