________________ 230 હું આત્મા છું ચેતનાના કારણે જ દેહપ્રભા પ્રકાશિત છે. માટે જ તેઓના આત્મસ્વરૂપને. વિચાર કરવાને છે. જેઓ સંપૂર્ણ રાગ-દ્વેષથી રહિત થઈ ગયા, તેઓની વીતરાગી દશા કેવી અનુપમ હશે ? આત્મામાં નિરાગી દશાને કે અનુભવ તેઓ કરી રહ્યા હશે ? ક્યારેક થેડી પળ માટે પણ આપણા મનમાં શાંતિ હોય અને રાગાદિના ભાવે જાણે શમી ગયા હોય એવું લાગે, ત્યારે કે આનંદ આપણે અનુભવી લેતા હોઈએ છીએ! તે જેઓ સર્વ દોષોથી રહિત થઈ ગયા તેમનું સ્વરૂપ કેવું અનેરું હશે ! જન્મ સાથે મતિ, શ્રુત, અવધિ ત્રણ જ્ઞાન અને ક્ષાયિક સમક્તિ લઈને આ પૃથ્વી પટ પર અવતરિત થયા હોય અને ઉત્તરોત્તર આત્મવિકાસની દશા વધતી જતી હોય તે તેવા પ્રભુ જ્યારે કેવળજ્ઞાનને પામે ત્યારે તેઓની અંતર દશા કેવી અજોડ હેય! કઈ રીતે આપણે તે સ્વરૂપની કલ્પના કરી શકીએ? આપણા જેવા અજ્ઞાન અને ગજા બહારની વાત છે. છતાં એ સ્વરૂપને જાણવું જરૂરી છે એટલું જ નહીં, શ્રદ્ધામાં ઉતારી, ભજવું પણ આવશ્યક એ સ્વરૂપને વળી શ્રી માનતુંગાચાર્ય ભક્તિ કરતાં કહે છે - त्वामव्ययं विभुमचिन्त्यमसंख्यमाद्य ब्रह्माणमीश्वरमनन्तमनंगकेतुम् योगीश्वर विदितयोगमनेकमेक ज्ञान स्वरूपममल प्रवदन्ति सन्तः // 24 // ભગવાન ગાષભદેવની ભકિત કરતાં આચાર્યશ્રીએ પ્રભુને અનેક વિશેષણો વડે બિરદાવ્યા છે. જો કે જિનેશ્વરના અગાધ સ્વરૂપને કઈ પણ વિશેષણ વર્ણવી શકે નહીં છતાં ભક્તિવશ મુખમાંથી પ્રભુના ગુણગ્રામના સુંદર શબ્દો સરી પડે છે. પ્રભુ “અવ્યયી છે. અવ્યય એટલે જેમાં કશો જ ફરક ન પડે તે. વ્યાકરણમાં “અવ્યય’ આવે છે. વાક્ય રચનામાં ગમે ત્યાં તેને મૂકવામાં આવે પણ તે સર્વ કાળમાં, સર્વ વચનમાં, સર્વ લિંગમાં, એક સરખું જ રહે. તેનું રૂપ બદલે નહીં. પ્રભુએ જે સ્વરૂપની પ્રાપ્તિ કરી છે તે