________________ 228 હું આત્મા છે રાગ નથી એને દ્વેષ નથી એને પ્રેમ ભર્યો પારાવાર નિશદિન કૂણું કાળજડેથી વહેતી કરૂણુની ધાર શાતા પામે સઘળાં પ્રાણું એવી મારા વીરની વાણી.. નિરાગી દેવ જ સર્વ ને સાચો રાહ બતાવી શકે. અન્યથા જ્યાં રાગ છે ત્યાં પક્ષપાત રહિત બુદ્ધિ રહેતી નથી. આપણે સહુને અનુભવ છે કે જ્યાં જ્યાં આપણે રાગ જોડાયેલું છે, ત્યાં ત્યાં તે વ્યક્તિની, પહાણું જેવડી ભૂલ પણ રાઈ જેવડી લાગે. અને દ્વેષ છે ત્યાં રાઈનો પહાડ કરીએ. રાગ-દ્વેષથી રંજિત દૃષ્ટિ નિષ્પક્ષપાતી ન હોઈ શકે માટે જ દેવ તે શ્રી વિતા રાગ જ. મતાથી જીવ આવા વીતરાગ પરમાત્માને જ દેવ માનતો હોય પણ તે તેઓની બાહ્ય છબીને જ તેમનું સ્વરૂપ માની લે. અરિહંત પરમાત્મા પૂર્વ ભવની અસીમ પુસ્થાઈ લઈને પધાર્યા હોય તેથી દેવાદિ તેમની સેવામાં હેય. તેઓ સમવસરણની સુંદર રચના કરે. પ્રભુને પ્રભાવ વધે. વળી 34 અતિશય અને 35 પ્રકારની વાણું પણ પુણ્યના યોગે હોય. તે સિવાય પ્રભુની દેહ-કાંતિ પણ અલૌકિક અને અનુપમ હેય. એમના દેહની અપ્રતિમ સુંદરતાને જોઈ માનવ તે મેહ, પણ દેવ અને દેવીઓ પણ મેહે. શ્રી ભક્તામર સ્તોત્રમાં શ્રી માનતુંગાચાર્યે પ્રભુની દેહ શેભાનું કારણ દર્શાવતાં કહ્યું છેઃ Hi શાન્તાકવિમા પરમાણુમિર્ચ, निर्मापितास्त्रभुवनैकललामभूत ! तावन्त एव खलु तेऽप्यणवः पृथिव्यां, यत्ते समानमपर न हि रूपमस्ति // 12 // હે પ્રભુ આપની દેહયષ્ટિ શાન્તરાગથી રસાયેલા ઉત્તમ પરમાણુ એથી નિર્મિત થઈ છે. જે પરમાણુઓ ત્રણેય લોકમાં સહુથી સુંદર હતા, તે બધા જ પરમાણુઓ આપે ગ્રહણ કરી લીધા. હવે એ મહેલે એક