________________ વર્ણન સમજે જિનનું 227 હાથમાં આવેલા ગ્ય સાધને, જીવન જીવવાની સરળતા કરી આપવાની સાથે મનને આનંદ પણ આપે છે, પણ અગ્ય માણસના હાથમાં પહચેલું સાધન નિરુપયેગી થઈ જાય છે. તે જ રીતે મતાથીને મળેલાં બાહ્ય-આંતરિક સાધનેને એ જાણે-સમજે નહીં, તેને ઉપયોગ કરતાં આવડે નહીં તે આત્મ-વિકાસને માર્ગ મળે નહીં. - અહીં મતાથનાં લક્ષણે બતાવતાં, તેની ગુરુ વિષયક માન્યતા કેટલી ભૂલ ભરેલી છે તે બતાવ્યું. આપણુ શામાં મિથ્યાત્વી જીવની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે જે જીવ કુ-દેવ, કુ-ગુરુ અને કુ-ધર્મને માને તે મિથ્યાત્વી. એ જ રીતે સુ-દેવ, સુ-ગુરુ અને સુ-ધર્મને ન માને તે પણ મિથ્યાત્વી. મતાથી કુ-ગુરુને સુ-ગુરુ માનતો હોય, તેમનામાં જ તેન શ્રદ્ધા હોય તેથી જ તેને મતાથી કહ્યો. હવે તેની દેવ વિષયક માન્યતા શું છે તે જોઈએ. જે જિનદેહ પ્રમાણને, સમવસરણાદિ સિદ્ધિ, વર્ણન સમજે જિનનું, રેકી રહે નિજ બુદ્ધિ..૨૫... જૈન સાધનામાં અરિહંત દેવ શ્રદ્ધનીય છે. સાધના કરતો પ્રત્યેક સાધક પિતાના હૃદય મદિરે જિનેશ્વર દેવને બિરાજમાન કરે છે. તેઓની સ્તુતિ -ભક્તિ શ્રદ્ધા વડે કરી, સાધ્યની સિદ્ધિ કરતે હોય છે. મતાથી જીવ પણ અરિહંત પ્રભુને જ દેવ માનતે હોય, પણ એ દેવની ઉપાસના તેના બાહ્ય રૂપને જોઈને કરતે હેય. જિનેશ્વર પ્રભુને બાહ્ય વિભૂતિ પણ અમાપ હેય. બસ, તેમાં જ જિનેશ્વરનું સ્વરૂપ કલ્પી તેને માને, વદે, પૂજે, પણ જિનેશ્વરનું યથાર્થ સ્વરૂપ શું છે તેની તેને ખબર ન હોય તથા જિનેશ્વરને જ શા માટે પજવા એ પણ તે જાતે ન હોય. અહીં પ્રશ્ન થાય કે જિનદેવ તે આપણા દેવ છે. શા માટે? કારણ તેઓ વીતરાગી છે, રાગ નથી અને દ્વેષ પણ નથી. તેઓ જે કંઈ કહે છે તે એકાંત કરુણાભાવથી, નિપક્ષપાત દષ્ટિથી. માટે જ એવા જિનેશ્વર આપણું દેવ.