________________ 229 વર્ણન સમજે જિનનું પણ પરમાણુ જગતમાં ક્યાંય બચ્યો નથી. તેથી જ આપના જેવું અનન્ય રૂપ બીજા કોઈનું નથી. આવા અદ્ભુત દેહ લાલિત્યથી દીપતા પ્રભુ સહુ માટે આકર્ષણનું કેન્દ્ર હેય છે. પૂર્વ ભવે સેવેલા ઉત્કૃષ્ટ ભાવ અને સર્વ જીવોને ધર્મ પમાડવાની બળવતી ભાવનાએ ઉપાર્જન કરેલા પુણ્યાતિશને કારણે બધી જ બાહ્ય રિદ્ધિ પ્રભુ પામ્યા હોય. આટલું હવા પછી પણ આ બધા પુદ્ગલને જ ખેલ. પુણ્ય પણ પુદ્ગલ અને તેનાથી મળેલ બાહ્ય રિદ્ધિ તે પણ પુદ્ગલ. મતાથી જીવ આ પુદ્ગલના ખેલમાં ખોવાઈ જાય અને તેને જ પ્રભુનું સ્વરૂપ સમજી લે. પણ પ્રભુની આંતરિક વિભૂતિ તે અદ્દભુત હોય. તેનું ભાન મતાથી ને થાય નહીં. આત્માથીને આ જ્ઞાન લાધે અને તેથી જ તે પ્રભુના આંતર સ્વરૂપને ઓળખે અને જાણે અને તેમાં તન્મય થવાને પ્રયાસ કરે. અહીં એક પ્રશ્ન થાય કે પ્રભુના દૈહિક રૂપનો મહિમા શા માટે ઠેર -ઠેર ગાવામાં આવ્યું છે ? એ શું ઉપકારી થઈ શકે ? બંધુઓ ! મનુવ્યનું બાહ્ય વ્યક્તિત્વ પણ તેના જીવનમાં ઘણે ભાગ ભજવે છે. આપણે ક્યારેક કેઈ મહાપુરુષનું નામ સાંભળીએ, તેમના ગુણોની પ્રશંસા સાંભ ળીએ ને તરત આપણું માનસ ચક્ષુ સામે એક પ્રતિભા સંપન્ન પુરુષનું ચિત્ર ખડું થઈ જાય છે. તેમની મહાનતા સાથે જ, તેમની બાહ્ય સુંદરતા પણ ઉપસી આવે છે. આપણે એમ માનતા હોઈએ કે આટલી ઊંચી કક્ષાએ પહોંચેલા મહાપુરુષ આવા સુંદર જ હોવા જોઈએ અને આપણને સહજ આકર્ષણ થાય છે. તેવી જ રીતે અરિહંતના દેહ સૌંદર્યનું વર્ણન, તેમની બાહ્ય વિભૂતિ સામાન્ય માનવને આકર્ષે છે. આવા આકર્ષણથી આકર્ષાઈને પણ માનવ તેમના ચરણમાં જાય છે, તેઓની વાણું, એ જીવને ઉદ્ધાર કરે. આવા ભાવેને લક્ષ્યમાં રાખી અરિહંતના દિવ્ય રૂપનું વર્ણન કરવામાં આવે છે. પણ ત્યાં જ અટવાઈ રહેવાનું નથી. જેમનું દૈહિક, દિવ્ય સૌંદર્ય આટલું મહિમામય ! તેમને ચૈતન્ય પ્રભુ કે અલૌકિક હશે ? કે જે