________________ તે ગુરુમાં જ મમત્વ 225 પિતાના આંગણે ગાય તો એટલા માટે જ બાંધે કે તેને દૂધ મળે. જે ગાય દૂધ ન આપતી હોય તેની સેવા કરવાથી શું વળે ? વળી વધ્યા છે તે આજે નહીં તે કાલે પણ દૂધ નહીં આપે. એમ જેમને આત્મજ્ઞાન નથી થયું એવા ગુરુની ગમે તેટલી સેવા કરે તે વળે શું ? માટે જ કવિ આગળ કહે છે, જેમને બ્રહ્મજ્ઞાન થયું છે એટલે કે નિજપદને અનુભવી જિનપદને ઓળખી લીધું છે. બ્રહ્મ એટલે આત્મા, બ્રહ્મ એટલે પરમાત્મા, આવી સચોટ અને દઢ પ્રતીતિ જેને વતે છે તેવા ગુરુ જે ભેટી જાય તો ભવને રોગ મૂળમાંથી નષ્ટ થાય. બંધુઓ ! કઈ પણ જાતને રેગ હોય પણ તે મૂળમાંથી જ નષ્ટ થ જોઈએ. તેને આજના યુગની જેમ એલેપથી દવાઓથી દાબી દેવામાં આવ્યું હોય તે તે, જે વૃક્ષનું મૂળ સાબૂત છે તેની જેમ પાછો પાંગરે. તેથી રોગને દાબ નથી, જડમૂળમાંથી નાશ કરે છે. ઢેગી ગુરુઓએ ચીધેલ માર્ગ સેવતાં ઉપર–ઉપરથી ઘમી થઈ ગયા એવું લાગે પણ અંતરના ઊંડાણને ધર્મ સ્પર્ધો ન હોય. ઉપરથી તે કદાચ તેઓ વિષય કષાયોને નબળા પાડે છે તેમ લાગે પણ અંતર શુદ્ધિ થાય નહીં. દવા તે એનું નામ કે જે મૂળમાંથી રોગને કાઢે. આપણને પણ ભવ-રે લાગે છે. એટલે કે વારંવાર જન્મ લેવો છે અને વારંવાર મરવું. આ પરંપરા ચાલુ જ છે. 'पुनरपि जनन पुनरपि मरणं' ફરી ફરીને સંસારના આ ચકમાં ઘુમ્યા જ કરીએ છીએ અને જ્યાં સુધી ભવના બીજને નાશ નહીં થાય ત્યાં સુધી ઘુમ્યા જ કરીશું. એ નાશની શક્તિ આપનાર છે સદ્ગુરુ માટે એવા ગુરુના ચરણ સેવવા જોઈએ મતાથીની ગુરુ વિષયક માન્યતા, તેને ડૂબાડનાર છે. જ્યાં આ માન્યતામાં જ ભૂલ હોય ત્યાં આત્માના વાસ્તવિક સ્વરૂપની સમજણ કયાંથી પ્રગટે ? અને એ સમજણના અભાવે આરાધક ભાવ પણ ન જાગે. પરિ. Fણામે સંસારનું પરિભ્રમણ જ રહે. હવે મતાથીનાં અન્ય લક્ષણ શું છે તે શ્રીમદ્જી કહેશે.