________________ 224 હું આત્મા છું ગઈ. પછી તેમને ઘરે લઈ આવ્યા. થોડા દિવસ ઘેરે રાખ્યા. દરમ્યાનમાં અનેક અંધશ્રદ્ધાળુ લેકે તેના ચમત્કારથી ખેંચાઈ તેમની પાસે આવતા રહ્યા. જાણે તેમને પ્રભાવ ચારે બાજુ એ ફેલાઈ ગયું કે લોકેની તે લાઈન લાગી. કંઈકનાં દુઃખે દૂર કરી દેવાને દાવે હતો સંત પાસે. આ બહેન અને ઘરનાં નાના-મોટાં સહુ અંજાયા. સ્તુતિ, ભક્તિ-પ્રાર્થનાજાપ વગેરે સહુ કરવા માંડ્યાં. સહુ ધર્મના રંગે રંગાઈ ગયાં. એવામાં એક દિવસ એ બહેનના આખા યે કુટુંબને કેને ત્યાં લગ્ન પ્રસંગે જવાનું થયું. સંત પ્રત્યે અખૂટ વિશ્વાસ હતો. શંકાનું કેઈ કારણ ને” તું. સંત તે ઘરના જ એક સભ્ય જેવા થઈ ગયા હતા તેથી તેમના ભસે ઘર છોડી સહુ લગ્નમાં ચાલ્યા ગયા અને સંતને મેકે મળી ગયે. રાત સુધી નિરાંત હતી. ઘરનાં કઈ રાત સુધી આવવાનાં ન હતાં. તેથી જેટલું હાથ આવ્યું તેટલું દોઢ બે લાખનું આંધણ કરીને ઉપડી ગયા. રાતે સહ ઘરે આવ્યા. ખબર પડી ગુરુદેવ તે એકાએક ચાલ્યા ગયા. જવાના ન હતા, શું થયું? ત્યાં તે ધીમે ધીમે ખબર પડવા માંડી કે આ ગયું ને પેલું ગયું અને સહુની શ્રદ્ધાને એ માટે ધક્કો લાગે કે શ્રદ્ધાના ભાંગીને ભૂકકા થઈ ગયા. બંધુઓ ! આવા ઢેગી ગુરુએ માત્ર વેશધારી જ હોય. તે છેતરવા સિવાય બીજી વિદ્યા જાણતા જ ન હોય. વાસ્તવિક ધર્મ તે તેમનાથી સેંકડે જન દર હોય. આવા ગુરુઓમાં પિતાના મમત્વને પોષનાર જીવની દશા કેવી થાય ? એ દિશાશૂન્ય થઈ જાય. માટે જ આપણા માર્ગાનુસારી કવિ પ્રીતમે બહુ સરસ ગાયું છે. જ્ઞાનહીનું ગુરુ નવ કીજિયે વાંઝ ગાય સેલે શું થાય..સમગમ સંતને કહે પ્રીતમ બ્રહ્મવિદ્દ ભેટતાં ભવરોગ સમૂળે જાય...સમાગમ સંતને અહીં સંત કેટીના કવિ પ્રીતમે જ્ઞાનહીન ગુરુને વંધ્યા ગાયની ઉપમા. આપી છે. જેમ ગાય વધ્યા હોય તે તે દૂધ ન આપે. કેઈ પણ માણસ