________________ 222 હું આત્મા છું ચારિત્ર-ભાવચારિત્રને પામવા માટે મહત્વપૂર્ણ સાધન છે. જે બાહ્ય ચારિત્ર ગ્રહણ કર્યા પછી આત્મ-સ્વરૂપમાં સ્થિરતા રૂપ ભાવ-ચારિત્ર ન પ્રગટે તો મહાવ્રતનું પાલન દ્રવ્ય દશા સિવાય બીજું કશું નહીં. બંધુઓ ! સમજજે આ વાત ! મહાવ્રતે પાળવા એગ્ય જ છે અને પાળવા જ જોઈએ. કોઈ એને નિષેધ કરતું હોય તે તે ભયંકર ભૂલમાં છે. પણ તેની સાથે-સાથે એ પણ સમજવું જરૂરી છે કે, મહાવ્રતોનું પાલન, માત્ર પાલન કરવા ખાતર જ નથી. પણ તેના આશ્રયે આત્મ સ્વરૂપની રમણતા રૂપ ભાવ–ચારિત્ર પ્રગટ કરી લેવા માટે છે. જે આ સમજ વિના માત્ર બાહ્યાચારનું સેવન થતું હોય તે તેને બાહ્યત્યાગ જ કહેવાશે, તેથી જ શ્રીમદ્જી કહે છે કે જેને આંતરજ્ઞાન નથી અને કેવળ આહ્યા ત્યાગ જ છે તેવા ગુરુને ગુરુ માનવા તે મતાથીનું લક્ષણ છે. હવે પ્રશ્ન એ થાય કે એ કેમ જાણવું કે આ બાહ્યત્યાગી સાધુ છે અને આ અંતર્ગાની છે ? ઓળખવા શી રીતે ? ઉપરથી સારું ચારિત્ર પાળતા હાય !, કેટલાંક કષ્ટો સહન કરતા હોય !, શાસ્ત્રોનાં જ્ઞાનની ચર્ચા પણ કરતા હોય શા સમજાવતા હોય ! તે શું એમને ગુરુ ન માનવા? સહજ ઉઠે એ આ પ્રશ્ન છે. આ બધું હોય તેની સાથે જ તેઓને આત્માનુભવ થયો હોય તે તે ઓળખાયા વગર રહે નહીં. મુખ્ય વાત તો એ કે આત્મ-સાક્ષાત્કાર કરેલા સંત કદાગ્રહી ન હોય. હું કહું ને હું કરું તે જ સાચું, બીજા બધા ખોટા, આવું તેઓ કદી કહે તે નહીં, વિચારે પણ નહીં. વળી તેમને રાગ-દ્વેષાદિના વિકપ વધે એવી કોઈ પણ પ્રવૃત્તિમાં રસ ન હોય. તેઓની દરેક પ્રવૃત્તિ સાથે નિઃસ્પૃહતા જોડાયેલી હોય. પિતે ઊંચા અને બીજા નીચા એવું તે તેઓ ક્યારેય માને નહીં. સહુ પિત-પિતાનાં ક્ષપશમ પ્રમાણે વર્તતા હોય તેમ માની માધ્યસ્થ ભાવને સેવતા હોય. આમ બીજા બધાથી તેઓની પરિણામધારા જુદી રીતે વહેતી હોય. આવા પુરુષો ઓળખાયા વગર કેમ રહે ? અથવા જે સંતે ત્યાગી હોય, આત્મજ્ઞાન ન લાધ્યું હોય પણ તેઓને નિશ-દિન ખેદ વર્તતે હોય ! હંમેશાં એમ થતું હોય કે હે.