________________ 204 હું આત્મા છું આ પ્રશ્ન સ્વભાવિક છે. અસ્થાને નથી, પણ જે કંઈ બતાવ્યું છે તેને હેતુ સમજીએ. વળી પહેલી વાત તે એ કે આપણને અસીમ શ્રદ્ધા હોવી જોઈએ કે આ માર્ગ વીતરાગ પરમાત્માને બતાવેલ કેઈ છદ્મસ્થ જીવે પિતાની મતિ-ક૯૫નાએ કે સ્વાર્થની સંકુચિત ભાવનાથી નથી કહ્યો. વિનયની મહત્તા, સાધના માર્ગમાં કેટલી છે ! અને એ સાધનાનાં અંતિમ સોપાન સુધી આવશ્યક છે, એ બતાવવું છે. વળી કેવળજ્ઞાન થવા માટે જેઓ મહાન નિમિત્ત રૂપ બન્યા એવા ઉપકારી ગુરુદેવને કેમ ભૂલાય ? અર્થાત્ ગમે તેવી ઊંચી દશાએ પહોંચ્યા પછી ઉપકારીના ઉપકારને વિસરાય નહીં. અરે ! વાસ્તવિકતાએ વિચાર કરીએ તે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે તેવા વીતરાગ પ્રભુ કેટલા વિનમ્ર બન્યા હશે ત્યારે તેઓને સંપૂર્ણ જ્ઞાન થયું હશે ? તે શું કેવળજ્ઞાન થયા પછી એ વિનપ્રતા વિરમી જાય ? ના, એવું બને જ નહીં ! તેથી તેમની વિનમ્રતા જ સહજ રૂપે ગુરુને વિનય કરાવે. આ દશા જિનદર્શનમાં આંતર-બાહ્ય સર્વાગિણ વિકાસનું પરમ પ્રતિક છે. આવી રીતે સર્વ વિશુદ્ધ આત્માના મૌલિક ગુણો વ્યવહારિક પર્યાયમાં ક્ષમા આદિ દશ ધર્મ રૂપે પ્રગટ થાય છે. બંધુઓ ! આપણી સમજણને કામે લગાડીએ, વિવેક-ચક્ષુને ખોલીએ.. અને આ વિનય માર્ગને સમજવાનો પ્રયાસ કરીએ. આપણું સંપૂર્ણ શુદ્ધિનું લક્ષ્ય બંધાયું હશે તે જ સમજી શકીશું. અહમ્ છેદાણે હશે તે જ વિનય અનિવાર્ય છે તે ભાવના જાગશે. તે અહમને છેવા પુરુષાર્થ કરીએ. અહીં સુધી કેવળજ્ઞાની શિષ્યનું કર્તવ્ય બતાવ્યું. હવે છમસ્થ ગુરુનું કર્તવ્ય શું અને કેવું હોઈ શકે તે હવે પછીની ગાથામાં બતાવાશે