________________ સમજે એહ વિચાર 215 છે. સાથે ઉપાડીને લઈ જઈ શકાય તેમ નથી, તેથી રત્ન ખરીદી લીધાં. એની નાની એવી પોટલી વાળી. પગપાળા મુસાફરી છે. રતામાં ગાઢ - મોટું જંગલ આવ્યું. લૂંટારાઓને ભય છે. રત્નની રક્ષા કરવી છે. સાથે પ્રાણની રક્ષા પણ જરૂરી છે. બુદ્ધિ વાપરી. થડા કાચના કટકા ભેગા કરી તેની પિટલી વાળી પાસે રાખી અને સુરક્ષિત, એકાંત, નિર્જન જગ્યાએ રત્નોની પિટલી દાટી દીધી. જંગલમાં ચાલ્યા જાય છે, માટે મોટેથી બૂમ પાડતા જાય છે. “મારી પાસે રને છે. રત્ન છે.” અને પાગલ માણસની જેમ દોડે જાય છે. રસ્તે લૂંટારૂઓ મળ્યા. સાંભળ્યું. અરે ! આ તો પાગલ લાગે છે. છતાં એની પાસે શું છે તે જોઈએ તો ખરા ! તેઓએ વાણિયાને ઉભે રાખી, પોટલી આંચકી લીધી. જોયું તો કાચ હતા. “અરે ! મૂરખ છે. છડી છે એને!” પડતા મૂકી ચાલતા થયા. બીજી ટેળી મળી. ત્યાં પણ એમ જ થયું. અને વાણિયે આવી બૂમો પાડતે પાડતે આખા યે જંગલમાં ત્રણથી ચાર વાર આમથી તેમ ઘૂમે. જંગલમાં રહેનાર બધા જ લૂંટારૂઓ સમજી ગયા કે આ પાગલ છે, અને જ્યારે વાણિયાને લાગ્યું કે હવે તે સુરક્ષિત છે ત્યારે આજુ-બાજુ તપાસ કરી, કેઈ ન જાણે તેમ જમીનમાંથી દાટેલી રત્નની પિટલી કાઢી. બૂમો પાડતો - પાડતે જંગલ વટાવી ગયો. બંધુઓ ! આનું નામ સમજાયેલા મૂલ્યની જાળવણી. મૂલ્ય સમજાય તે માનવ પાગલ બનવા પણ તૈયાર છે. અન્યની દષ્ટિ એ મૂરખ કરવાનું પણ મંજૂર છે. જેને જિનેશ્વરની વાણું અને સદ્ગુરુના ઉપદેશનું મૂલ્ય સમજાયું છે તે જ તેને સમજવા માટે તેમાં ઊંડે ઉતરશે, પુરુષાર્થ કરશે. માર્ગ માટે સર્વસ્વ છાવર કરવા તૈયાર થઈ જશે અને તેમ કરવા જતાં જગતની દષ્ટિએ પાગલ કહેવાય કે મૂરખ કહેવાય, તે પણ તેને દુઃખ નથી. આવા મુમુક્ષુ જીવના અંતરમાં તો પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ એવાં રમી રહ્યા હોય અને તેઓ પ્રભુની નિકટતા એવી અનુભવતા હોય કે, સંસારના રાગી જો એને કંઈ પણ કહે તેની, તેમને પડી ન હેય. એ તે કહે