________________ 217 સમજે એહ વિચાર ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થ ન સરે મચ્છભોગી બગલો મુફતોફળ, દેખી ચંચુ ના ભરે....પ્રેમરસ એક વાર એક સંતે, વ્યાપક દષ્ટિએ, પિતાના પ્રવચનમાં સંસારની સ્વાર્થમયતા વિષે સમજાવ્યું. સભામાં બેઠેલા એક યુવાનની અવળી દ્રષ્ટિએ આ તત્ત્વને અવળી રીતે ગ્રહણ કર્યું. એ ઘરે ગયે. ઘરમાંથી માતા-પિતાને ધક્કો મારી બહાર કાઢી મૂક્યાં. પત્નીને લાત મારી ઘરમાંથી નીકળી જવા માટે ઝઘડવા લાગ્યો. બાળકને તે ઊંચકી - ઊંચકી બહાર ફેંકવાની તૈયારી કરવા માંડે. ઘરમાં તે મહાભારત રચાઈ ગયું. બૂમા - બૂમ અને રૂદનના અવાજથી પાડોશીઓ ભેગા થઈ ગયા. સહુ પૂછે છે- છે શું? આમ એકાએક શું થયું ?" માતા - પિતા, પત્ની, બાળકો તે કંઈ જાણતાં નથી. તેઓ કહે : “અમને ખબર નથી કે અમારે અપરાધ શું છે ? અને પેલે ભાઈ તે કહે, ‘તમે સહુ સ્વાથી છે. સ્વાર્થ છે ત્યાં સુધી જ સગાઈ છે. મહારાજે પ્રવચનમાં કહ્યું છે કે સ્વાથી સગાં સહુએ છોડવા જેવા છે. માટે મારે કઈ જોઈતાં નથી. તમે સહુ સ્વાથી છે. ચાલ્યા જાવ ! મારા ઘરમાંથી, હું કોઈ સ્વાથીને રાખવા માગતા નથી!” બંધુઓ! ઉપદેશમાંથી એણે શું ગ્રહણ કર્યું? કેવી અવળી મતિ? આટલી સામાન્ય વાત પણ જે ન સમજી શકે તેને આત્મ - આરાધનાનાં તની ગંભીર વાત કરવામાં આવે તો એ શું કરે? ખૂબ મોટો અનર્થ કરી નાંખે. માટે જ શ્રીમદ્જીએ કહ્યું, કે ઉત્તમ પદાર્થોને મતાથી જીવ અધમ બનાવી નાખે. એટલે જ તેવા જીવને સત્સંગને વેગ મળ્યો હોય તો પણ ઉપકારી ન નીવડે. તે માટે વળી શ્રીમદ્જી કહે છે - હેય મતાથી તેહને, થાય ન આતમલક્ષ તેહ મતાથી લક્ષણે, અહીં કહચાં નિપક્ષ..૨૩. મતાથી જીવ વિચારવાનું નથી હોતું એટલે કે તેને નિજ-વિચારણા નથી હોતી. તેથી સંસાર પ્રત્યે પ્રીતિ અને આધ્યાત્મિકતાની અપ્રીતિ હોય છે. તેને જેટલે રસ પ્રેયમાં હોય એટલે શ્રેયમાં હેય નહીં. આત્મ-શ્રેયનાં સાધનને એ ગૌણ સમજતો હોય અને સંસારની પ્રીતિ