________________ 212 હું આત્મા છું તેમને તે શું થાય ? પણ ગશાળાએ અનંત સંસાર વધારનાર મહા મોહનીય કર્મ બાંધ્યું. ઉપકારીના ઉપકારને ભૂલવાનું કેવું ભયંકર પરિણામ! * બંધુઓ! વિચારે! ગોશાળાએ પ્રભુનાં ચરણમાં સમર્પિત થઈ પ્રભુની સર્વજ્ઞતાને વધાવી લીધી હતી અને પ્રભુના ચીધેલ રાહે સાધના કરી હેત તે સંસારને પાર પામી ગય હેત. આમ અનેક પ્રકારે જીવ મહા મેહનીય કર્મ બાંધતે હોય છે. જીવે આ કારણે વિષે વિચાર કરે ઘટે. પિતાના જીવનમાં જે આવું હોય, આવાં કારણે સેવાતાં હોય તે તેનાથી ચેતવાની જરૂર છે. જાગૃત થવું આવશ્યક છે અન્યથા ભવસાગરમાં ભમવા ચાલ્યા જઈશું. વિનય ધર્મના ઉત્તમ સિદ્ધાંતે બતાવ્યા પછી આ આત્મસાધક તને કેણ સમજી શકે ? સ્વીકારી શકે? તે હવે પછીની ગાથાઓમાં શ્રીમદ્જી બતાવશે.