________________ બૂડે ભવજળ માંહી 211 વેર-ઝેર ઊભાં કરીએ ? પછી આ બધાથી મહા મેહનીય કમ ન બંધાય તે બીજું શું થાય ? માટે પ્રારા બંધુઓ! સમાજની-સંઘની સેવા થાય તે કરજે, અને ન થાય તે દૂર ખસી જજે. પણ સંઘર્ષ ઊભો થાય એના નિમિત્ત તે ન જ બનશે. મહા મેહનીય કર્મ બાંધી રાશીના ચક્કરમાં ભટકવા જવું હોય, દુઃખ ભેગવવાં હોય તે જ રાજ-રમતમાં રહેજે. નહીં તે દૂર રહેજે. મહા મોહનીય કર્મ બાંધવાનાં તે ત્રીશ કારણે છે. આપણે બધાની ચર્ચા અહીં કરી શકતાં નથી. હજી એક કારણ જોઈ લઈએ. ઉપકારીના ઉપકારને ભૂલી તેને શ્રેષી થઈને ઊભું રહે તે પણ મહા મોહનીય કર્મ બાંધે ઉપકારીના ઉપકારનું સ્મરણ તો પળ-પળે રહેવું જોઈએ. એમાં પણ આત્મ દશા પ્રગટ થવામાં જે ઉપકારી થયા હોય તેમનો ઉપકાર તો શે ભૂલાય ? અનાદિ સંસારનાં દુખે જીવે વેઠયાં તેનું કારણ જ એ કે આત્મદશા જાગી નો'તી. એ અનંત દુઓને અંત આણનાર ઉપકારી સશુરુ જ હોય. પણ કેટલાક જ આવા ઉપકારી ગુરુદેવના ઉપકારને પણ વિસરી જાય અને તેને જ વિદ્વેષ કરી વિરોધી બની જાય. ગોશાળાએ શું કર્યું ? જે પ્રભુના સાનિધ્યે તેનામાં અનેક શક્તિઓ જાગૃત કરી તે જ પ્રભુને કેવળજ્ઞાન થતાં, પ્રભુને વધતે પ્રભાવ અને દેવેન્દ્રોથી થતી પ્રભુની પૂજા જોઈને તેના દિલમાં ઈર્ષાની આગ પ્રવળી ઊઠી. પ્રભુથી પિતે કઈ રીતે ઉતરતો નથી એ સાબિત કરવા કેટલે ભ્રામક પ્રચાર કરવા માંડે ? તેમજ પ્રભુને જુઠા કહી, પિતાને સર્વજ્ઞ તરીકે જાહેર કરતાં પણ ન અચકાયે ! એટલું જ નહીં. ઉપકારીના ઉપકારને તે વિસરી જ ગયો. પણ તેમના પર કે ભયંકર અપકાર કર્યો ? તેજલેથાથી પ્રભુને બાળી મૂકવાના પ્રયત્ન કર્યા ! અંતરની ઈર્ષ્યા વૃત્તિ માનવને કેટલી અધમતા સુધી લઈ જાય છે. તેને તાદૃશ્ય ચિતાર આમાં મળે છે. પણ બંધુઓ ! પરિણામ શું આવ્યું ? પ્રભુ તે વીતરાગ હતા, ક્ષમામૂતિ હતા. સમતાના સાક્ષાત અવતાર હતા.