________________ સદ્દગુરુના ઉપદેશ વણ 135 મનનું કામ છે વિચાર કરવાનું વિચારે હંમેશાં ભૂત અને ભવિષ્યના જ હોય. ભૂતકાળની સ્મૃતિ રૂપ અને ભવિષ્યની કલ્પના રૂપ વિચારે હોય. વર્તમાન માત્ર એક ક્ષણને જ છે. તેને વિચાર હોય નહીં. અરિહંત પ્રભુ તે ભૂત-ભવિષ્યને સંપૂર્ણ પણે જાણે છે, માટે તેઓને વિચાર કરવાને હેત નથી. તેમના મનને ઉપગ ત્યારે જ થાય, જ્યારે સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવે મનથી પ્રભુને પ્રશ્ન કરે અને પ્રભુ તેઓને મનથી જવાબ આપે. આમ પ્રભુના ત્રણે યોગની પ્રવૃત્તિ વિકલ્પ રહિત હેવાથી દિવ્ય હેય છે. અને તેથી જ તેમના ગ તેમને કર્મબંધના કારણરૂપ નથી બનતા. યેગથી કર્મ બંધાય પણ માત્ર બે જ સમય પૂરતાં, ત્રીજે સમયે તે ખરી જાય. આ સાથે પ્રભુ અતિશયેસે યુકત હૈ. જે સર્વ સાધારણને ન હોય, એવી અસાધારણ વિશેષતાને અતિશય કહેવાય છે. પ્રભુને કેટલાક અતિશયે જન્મથી હેય, કેટલાક દેવકૃત હોય તે કેટલાક કેવળજ્ઞાન થયા પછી ઉત્પન્ન થયેલા હેય. સમવસરણની રચના, અશોકવૃક્ષ, સુવર્ણ સિંહાસન, ત્રણ છત્ર, ચોવીશ જેડ ચામર, ભામંડલ, દેવદુંદુભિ, દેવે દ્વારા અચેત કુલની વષ્ટિ વગેરે વગેરે દેવનિર્મિત અતિશય છે. દેવેન્દ્રો, પ્રભુના અસીમ પુણ્યદય અને અલૌકિક પ્રતિભાથી આકર્ષાઈ આ બધી રચના કરે છે. આ રચના માત્ર તીર્થંકર પરમાત્મા માટે જ થાય છે, સર્વ કેવળીઓ માટે નથી હોતી કારણ તીર્થકરની પુણ્યાઇ જેટલી પુણ્યાઈ અન્યને નથી દેતી. આ સિવાય પ્રભુના મુખ્ય ચાર અતિશયે છે જે બહુ જ સમજવા લાયક છે. જે આપણે પછી વિચારીશું. બંધુઓ! અરિહંત પ્રભુના અલૌકિક મહિમાનું વર્ણન કરવું એ આપણી શક્તિ બહારની વાત છે. અનન્ય અને અસીમ ગુણોનું વર્ણન સસીમ એવા આપણે શું કરી શકીએ ? વેદોમાં જયાં બ્રહ્મસ્વરૂપનું વિવેચન કર્યું છે, ત્યાં પણ ગુણ ગાતાં–ગાતાં વેદો થાકી ગયા છે. અને અંતે