________________ 174 હું આત્મા છું પડે છે તેને કોઈ પણ કઈ સમજાવવાનો પ્રયાસ કરે તો તે કહેશે “મને તમે શું સમજાવશે? મને તો બધી ખબર છે, મને બધું જ આવડે છે.” અને આવું માનનાર જે વે મોટે અજ્ઞાની બીજો કોઈ નહીં. બીજું, સંસારના ભૌતિક પદાર્થમાં-ધન આદિમાં જેટલે રાગ છે એટલે રાગ પુરુષ પ્રત્યે નથી. તપાસી લે અંતરને ! કયાં કેટલો રાગ જોડાયલ છે? સ્ત્રી-પુત્ર-પરિવાર તથા ધન-માલ પ્રત્યે જેટલે રાગ છે એના કેટલાયે ભાગે ગુરુ પ્રત્યે, સંતો પ્રત્યે પ્રીતિ છે. બંધુઓ ! જ્યાં સુધી ખરેખર સંતો પ્રત્યે અંતરનો પ્રેમ ન જમે ત્યાં સુધી સંસાર ન ટળે. અહી આપણે ભરત ચક્રવતીને યાદ કરીએ. એમનાં જીવનમાં ઘટિત થયેલી અનેક ઘટનાઓ, એમની અંતર્દશાને પ્રગટ કરે છે. ચકવતી વ જેવી ઋદ્ધિ-સિદ્ધિના સ્વામી હોવા છતાં પણ તેનાથી કેટલા અલિપ્ત હતા. તે તેમના જીવનના પ્રસંગે-પ્રસંગે ઝળકે છે. સંસાર રાગ નહિવત્ જ હતે. સંસારમાં રહેવા છતાં તેમાં લેપાયેલા નોરતા. ભગવાન ઋષભદેવ એટલે કે ચક્રવતીના પિતા, શ્રમણ થઈ વન નગરમાં ઘૂમી રહ્યા છે. કેવલ્ય-લક્ષ્મીને પામવાને પરમ પુરુષાર્થ સેવી રહ્યા છે. વર્ષ પૂર્ણ થયું અને એકઠા ભરત ચક્રવતી રાજમહેલમાં બિરાજી રહ્યા છે. ત્યાં મહામાત્ય પધાર્યા અને શુભ સંદેશ આપ્યો. “રાજન ! આયુધશાળામાં ચકરત્નની ઉત્પત્તિ થઈ છે” સાંભળી રાજાના દિલમાં ખુશી છવાઈ જાય છે. પિતે ભવિષ્યના ચક્રવત છે, દેવ નિર્મિત શસ્ત્રો તેને વિજયમાળ આપે છે. કહેવાય છે કે દેવ ચકવતીને અનેક પ્રકારે સહાય કરે તેમાં, ચકરત્ન નામનું અતિ બલશાલી શસ્ત્ર દેવે આપે. એ જેની પાસે હોય તે કદી પરાજિત થાય નહીં. ભરતને સમાચાર મળ્યા. નિયમ છે કે દેવો એ શસ્ત્ર આપે એટલે તરત તેની મહાપૂજા થવી જોઈએ. ભરત એ વિષે હજુ વિચારે તે પહેલાં જ અંતઃપુરમાંથી આવેલ પ્રતિહારીએ ખુશી વ્યક્ત કરી. “રાજન ! આપને ત્યાં પુત્રજન્મ થયો છે.” અને કુલદીપકના આગમને ભરત આનંદિત થયા, રાજાને ત્યાં પુત્ર-જન્મ