________________ વિનય કરે ભગવાન 199 જ આંતર શત્રુ સાથે લડવાની હિંમત અને સામર્થ્ય આપે. આરાધના એટલે આંતરયુદ્ધ, બીજા સાથે લડવાની જરૂર નથી. પોતાના મનના વિકારો સાથે જ લડવાનું છે. માટે કહ્યું પણ છે - લડે સો આત્મસંગ્રામે, બીજા સંગ્રામ શા કરો ? શુદ્ધાત્માથી દુરાત્માને, જીતીને સુખ મેળો... પણ આ લડવાનું સામર્થ્ય અને કળા ગુરુ કૃપા વિના મળતાં નથી. એમના કૃપાશીર્વાદ આપણા પર ઉતરે તે જ આંતર-જગત સામે લડી શકાય. અંતરમાં કેટકેટલું ભર્યું છે? વિષય, વાસના, વિકારે, ક્રોધાદિ કષાયે, અને રાગ-દ્વેષના ઊંડા ભાવે આ બધા સામે લડવા કેટલી બધી શક્તિની જરૂર છે? એ કયાંથી મળે ? સદ્દગુરુના શરણમાં જ મળે. આપણુ પાસે ગમે તેટલી શક્તિઓ હોય પણ તે કામયાબ નીવડતી નથી. તેથી જ કહ્યું જાતાં સદ્દગુરુ શરણુમાં અલ્પ પ્રયાસે જાય. ગુરુના ચરણમાં સર્વસ્વ છાવર કર્યા પછી પ્રયાસ જ કરે પડતું નથી. અન્યથા ગમે તેટલી મહેનત કરે, કશુંય ના વળે. પણ સદ્ગુરુનું શરણ તે તારણહાર છે. શિષ્ય પોતાની સંપૂર્ણ શ્રદ્ધા એમના ચરણમાં ઢાળી નિશ્ચિત થઈ જાય. ચાહે તારે, ચાહે ડૂબાડે, આપના શરણમાં છું. જેમ કે, હાથથી તરનારે સમુદ્રને પાર તે પામી શકતું જ નથી, પણ પરિ ણામે સમયે-સમયે મૃત્યુને સામને કરતાં કષ્ટ અને વેદના જ તેના ભાગ્યે રહે છે. પરંતુ કાષ્ઠની નાવમાં બેઠેલાને, ન ડૂબવાને ભય, ન પાર પહોંચવાની ચિંતા. અને આવી ભાવના જ્યાં જાગે ત્યાં સાધકના જીવનમાં ચમત્કાર સર્જાય, અને તે પણ કે ? ગુરૂથી પણ કયાંય આગળ નીકળી જાય. શ્રીમદ્જી કહે છે : જે સદગુરુ ઉપદેશથી, પાયે કેવળજ્ઞાન ગુરુ રહ્યા છમસ્થ પણ વિનય કરે ભગવાન.૧૯.... ગુરુદેવના ઉપદેશને આત્મસાત્ કર્યો હોય, તેના બળથી આંતર શત્રુને કે હણવાની કળા યથાર્થ શીખી લીધી હોય અને તેને પ્રાયોગિક રૂપ આપ્યુ