________________ વિનય કરે ભગવાન 201 વને વિસરવાના નથી. વળી કેવળજ્ઞાન પામે ત્યાં સુધી એટલે કે બારમા ગુણસ્થાનના અંત સુધી એ ગુરૂદેવના અવલંબને જ આગળ વધ્યું છે અને યથા–સમયે આત્મિક ઉત્થાન પણ પામતે ગયે છે. કેઈ પણ સાધક કેવળજ્ઞાન ન પામે ત્યાં સુધી તેને અવલંબનની જરૂર છે જ. કેવળજ્ઞાન થયા પછી કેઈની જરૂર નથી કારણ કેવળજ્ઞાન એ સર્વોચ્ચ સિદ્ધિ છે. જે આવ્યા પછી જતી નથી, જે અપુનરાગમન સિદ્ધિ છે અને એ આવ્યા પછી મિક્ષ નિશ્ચિત છે. તેથી જ આવી અનુપમ સિદ્ધિના દાતાર એવા ગુરૂદેવનો વિનય કરવા અહીં આદેશ છે. અહીં એક પ્રશ્ન ઉઠે કે, કેવળજ્ઞાની શિષ્ય ગુરુને વંદન કરે ? વૈયાવચ્ચ કરે ? સેવા-ભક્તિ કરે ? અને કરે તો ગુરુ એને ગ્રહણ કરે ? આ પ્રશ્નને વિચાર આપણે એક એતિહાસિક પ્રસંગને લઈને કરીએ. ભગવાન મહાવીરના સમોસરણમાં દેશના સાંભળવા ગયેલ, ચંદનબાળા, મૃગાવતી આદિ સાધ્વીજીએ પ્રભુની વાણી સાંભળી રહ્યાં છે. સમય થયો. સૂર્યાસ્ત પહેલાં ચંદનબાળાજી અને અન્ય સાધ્વીજીઓ સ્વ-સ્થાને આવી ગયાં. મૃગાવતીજી પ્રભુની વાણીમાં લીન છે, અંતર્મુખ થઈ ગયાં છે. બાહ્ય ભાન વિસરાઈ ગયું છે. બીજાં સાધ્વીજીએ ગયાં તેની ખબર નથી, અને બીજા સાધ્વીજીઓ પણ પ્રભુની દેશનામાં વિક્ષેપ નાખવા નથી માગતાં. સહુ ચાલ્યાં ગયાં. સૂર્યદેવની ઉપસ્થિતિથી પ્રકાશી રહેલું સમેસરણ અને પ્રભુની વાણીએ પ્રગટાવેલ આંતર અનુભૂતિમાં મૃગાવતીજી તરબળ છે. દેશના પૂર્ણ થઈ દેએ પણ વિદાય લીધી. અંધકાર છવાઈ ગયે. અને વિચાર્યું. અહો ! સમયને ખ્યાલ વિસરાઈ ગયે. સ્વસ્થાને જાઉં. ચાલ્યાં, પહોંચ્યાં પણ દ્વાર બંધ, સહુ સાધ્વીજીઓ નિદ્રામાં છે. અવાજ કર્યો, અને તેમનાં ગુરુજી ચંદનબાળાજી જાગ્યાં. દ્વાર ખુલ્યાં પણ મૃગાવતીજી અંદર પ્રવેશ્યાં અને દરવાજાની સાંકળમાં ભરાવવાનો ખીલે ગુમ. ચંદનબાળાજીએ શિક્ષાના રૂપમાં હાથની આંગળી ભરાવી ઉભા રહેવા