________________ વિજય કરે ભગવાન ! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર, જગતના ભય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગૃજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધનાથી સ્વચ્છેદ છૂટે છે, અને આંતર શત્રુઓ પર વિજય પમાય છે. બાહ્ય શત્રુઓ જે નુકશાન નથી કરતા, એ નુકશાન આંતર શત્રુઓ કરે છે. બહારની દુનિયામાં રહેલા શત્રુઓ ભૌતિક નુકશાન પહોંચાડી શકે. ઈજજત કે પ્રતિષ્ઠા પર ઘા કરી શકે, એથી આગળ વધે તે કદાચ જીવતરને હણી શકે. એ બધી ઈહ લૌકિક ચીજ છે. એથી આત્માને વધુ નુકશાન થતું નથી. કહ્યું પણ છે - ગળાને કાપનારે યે, શત્રુ બુરૂં કરે ન જે દબુદ્ધિ તે દુરાત્માની, પિતામાં રહીને કરે.... આંતરશત્રુ જ બહારના શત્રુઓ ઉભા કરે છે. મોહનીય કર્મ જેમ રાગ રૂપ છે, તેમ છેષ રૂપ પણ છે. બંનેને સમજીએ. મેહને અર્થ મમત્વ, રાગ, પ્રેમ એ આપણે કરતા હોઈએ છીએ. પણ દ્વેષ, કોધ, લેભ આદિ પણ મેહનું જ સ્વરૂપ છે. કોઈ પર પ્રેમ હોય છે ત્યાં કહીએ છીએ કે મને અમુક વ્યક્તિ પર મેહ છે. પણ જેના સાથે શત્રુતા છે, ક્રોધ છે, એના માટે નથી કહેતાં કે મેહ છે. કારણ આપણે મેહને તેના સીમિત રૂપે જ જે છે. પણ તે બહુ જ વ્યાપક છે. ઠેષ પણ તેનું જ રૂપ છે, અને રાગ તથા ઢષ બન્ને આંતર શત્રુઓ જ છે. જે અંદર શત્રુઓ ન હોય તે બહાર કેઈ સાથે શત્રુતા થાય નહીં. વળી આંતર શત્રુએ આત્મગુણોને પણ ઘાત કરે છે. એટલે અંદર કે બહાર ક્યાંય શાંતિ રહેવા દેતા નથી.