________________ 196 હું આત્મા છું સમ્યગ્રદર્શનની પ્રાપ્તિ કેટલાક જીવને નિસર્ગથી એટલે કે કોઈપણ પ્રકારના નિમિત્ત વગર થાય છે. અને કેટલાક જીવને અધિગમ અર્થાત નિમિત્ત પામીને થાય છે. જે જીવ અનાદિને મિથ્યાત્વી છે કે જેણે કદી સમ્યક્ત્વને સ્પર્શ કર્યો નથી, અજ્ઞાન ટળ્યું નથી, આત્માને સાક્ષાત્કાર કર્યો નથી, એવા જીવને જ્યારે સર્વ પ્રથમ સમ્યક્ત્વ થાય ત્યારે યા તે તીર્થંકર પ્રભુનું નિમિત્ત હોય અથવા કોઈ પુરુષનું નિમિત્ત હોય, પણ તેઓના આ શ્રયે, તેમની આજ્ઞાની આરાધનાથી જ થાય છે. અર્થાત્ આપ્તપુરૂષ કહો કે સદૂગુરુ કહે, એમનાં લક્ષે વર્તવાથી જ સમ્યકત્વ થાય. બીજું, જે જીવે એકવાર સમકિતને સ્પર્શ કરી લીધું છે, આત્મા નુભૂતિ માણે લીધી છે, તેવા જીવને સમ્યક્ત્વ થયા પછી વળી જે મિથ્યાત્વ મેહનીયના ઉદયે, સમક્તિનું વમન થઈ જાય, એટલે કે મિ થ્યાત્વી થઈ જાય તો તેવા જીવને ફરી સમ્યકત્વ પ્રાપ્તિના પુરુષાર્થમાં કેઈ નિમિત્તની આવશ્યકતા રહેતી નથી. નિમિત્ત હોય તે આ જીવ તીવ્ર ગતિએ પુરુષાર્થ કરી શકે. પણ નિમિત્ત ન હોય તે પણ તેને સમક્તિ પામતાં વાર લાગતી નથી. તે અહીં ગાથામાં, સદ્ગુરુના લક્ષે વર્તતા જીવન ભાવને સમતિ કહ્યું. તે એટલા માટે જ કે ગુરુની આજ્ઞાની રુચિ તે સમકિત પામવાનું પ્રત્યક્ષ કારણ છે. માટે કારણમાં કાર્યને આરોપ કરી તેને સમ્યકત્વ કહ્યું. હવે જીવને આગળ કે પુરુષાર્થ કર્તવ્ય છે તે અવસરે કહેવાશે.