________________ સમક્તિ તેને ભાખિયું 195 તરવાથશાન સગપુરમ્ | અને નિશ્ચય સમ્યક્ત્વ એટલે; નિજાત્મા તે દેવ, આત્મજ્ઞાન તે ગુરુ અને ઉપયોગ તે ધર્મ. આ ત્રણ તત્ત્વોની શ્રદ્ધા અર્થાત્ નિજાનુભૂતિ, સ્વસંવેદન આ જ ભાવેને જરા જુદા શબ્દોમાં શ્રી સહજાનંદ સ્વામી કાવ્ય રૂપે કહે છેઃ સમ્યગદર્શન દેવ મેરે, ગુરૂ હૈ સમ્યકજ્ઞાન, આત્મથિરતા ધર્મ મેરા, સાધન સ્વરૂપ ધ્યાન.. જીવને જે પ્રાપ્ત કરવાનું છે અથવા કહો કે પ્રગટ કરવાનું છે તે નિશ્ચય સમ્યક્ત્વ છે કે જે આત્મારૂપ છે. આત્માનુભૂતિ રૂ૫ છે, સ્વ સંવેદન રૂપ છે. આ બધે જ આત્માને અનુભવ છે. પણ એ પ્રાપ્તિ માટે આવ્યંતર પુરુષાર્થ થાય તેની પહેલાં અને તેની સાથે વ્યવહારિક પુરુષાર્થ પણ છે જ. એ પુરુષાર્થને વ્યવહાર સભ્યત્વ કહેવાય. તેમાં પ્રથમ આજ્ઞાની રુચિ. આપ્ત પુરુષની આજ્ઞાની રુચિ અંતરમાં જાગ્યા સિવાય માર્ગ માટે નથી. વ્યાખ્યાનના પ્રારંભમાં કહ્યું તેમ અનુભવી મહાપુરુષે આપણે આપ્ત છે. પ્રભુ મહાવીરની સ્તુતિ કરતાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે કહ્યું છે 'श्री वर्धमान जिनमाप्त मुख्यम्' સર્વ આપ્ત પુરુષોમાં મુખ્ય છે, શ્રી વર્ધમાન સ્વામી. અર્થાત તીર્થકર મહાપ્રભુ. કેવલજ્ઞાનમાં સ્પષ્ટ ઝલકતા સર્વ ભાવેનો અનુભવ તેઓએ આત્માથી કર્યો છે. તેથી તેમની વાણી પરમ સત્ય તત્વને પ્રગટ કરનારી છે. તેથી તેઓ જ આત છે, અને તીર્થંકર પ્રભુને પેગ ન હોય ત્યારે પ્રભુના માર્ગે નિજને પામેલા ગણધર, કેવળી, પૂર્વ ધર, લબ્ધિધર, નિન્ય મુનિ, વગેરે આપ્ત પુરુષ છે. તેઓની આજ્ઞા પ્રમાણે ચલાય તે સમ્યક્દર્શન દૂર ન હોય. આ સિદ્ધાંતની દૃષ્ટિએ પણ આપ્ત પુરુષની આવશ્યકતા સમ્યક્ત્વ પ્રાપ્તિમાં છે. તત્વાર્થ સૂત્રમાં ઉમાસ્વાતિજીએ કહ્યું : तन्निसर्गादधिंगमाहा।