________________ સમકિત તેને ભાખિયું 193 એમ રાધાજી ! એવું તમને સંભળાયું ?" “હા પ્રભુ ! મને માફ કરજો ! મારા મનમાં એમ થયા કરતું હતું કે મારા પ્રભુને મારા કરતાં બીજું કઈ કેમ વધારે વહાલું હોય ! એવું હું ન સાંખી શકું. પણ આજે મને સમજાયું કે અર્જુનના રેમ-રમમાં આપ વસી ગયા છે. ભર ઊંઘમાં પણ તેનાં વાળમાંથી કૃષ્ણ શબ્દને ધ્વનિ નીકળી રહેલ છે. કેટલી ભક્તિ છે આપના પ્રતિ? બંધુઓ ! અર્જુનના અંતરમાં કૃષ્ણ વસી ગયા હતા. બસ, એવી જ રીતે આપણું પેમે-રોમે જિનેશ્વર વસી જાય અને તેમના માર્ગે ચાલતા સપુરુષ પ્રતિ અતૂટ શ્રદ્ધા જાગે. તેમના ચીધેલા માર્ગે ચાલવાની તીવ્ર તત્પરતા જાગે. ત્યારે જ આત્મ-સાક્ષાત્કાર થઈ શકે. જેને બીજા શબ્દોમાં સમ્યગ દર્શન કહીએ સ્વછંદ મત આગ્રહ તજી, વતે સદગુરુ લક્ષ, સમકિત તેને ભાખિયું, કારણ ગણું પ્રત્યક્ષ... 17. શ્રીમદ્દજી સ્વછંદ, મત, આગ્રહ ત્યજવાનું કહે છે. બંધુઓ ! આ સાંભળતાં એમ થશે કે કેટલી વાર એકની એક વાત કહેવાની ? કેટલા દિવસથી સ્વછંદ–ત્યાગ વિષે જ સાંભળી રહ્યા છીએ ! આનું કારણ એ જ છે કે આજ સુધી આ જીવે એટલે કાળ વિતાવ્યા તે સ્વછંદ જ વીતાવ્યા છે. ઘણા ભવાની આ ભૂલને સુધારવા માત્ર એક વખત કહી દે, તે આપણે ક્યાં સુધરીએ એવાં હતાં ? તેથી જ વારંવાર કહેવું પડે. - તમારા ઉપગમાં આવતી ઘડિયાળને સેકડે-સેકડે આગળ વધવું છે. એટલે તે ટક ટક કરી રહી છે. એ મિનિટમાં 60 વાર ટક ટક કરે છે. તે કલાકમાં 3600 વાર અને દિવસમાં 86400 વાર એ ટક-ટક કરે છે. જે ટકટક બંધ થઈ જાય તે આપણા માટે, આપણું ગણતરી માટે સમય અટકી જાય. આગળ વધવા માટે પ્રત્યેક સેકન્ડની ટકટક જરૂરી છે. એમ સપુરુષે આપણને વારંવાર ટોકે છે. છે. તેઓ કહે છે કે તું તારા માટે જાગૃત થઈ જા. પહેલાં સ્વીકાર કે તું સ્વચ્છદી છે. પછી તને ભાન થશે કે સ્વચ્છેદ સર્વથા ત્યાજય છે, તેના ઉપાય રૂપ સદ્દગુરુનું શરણુ-ગ્રહણ અત્યંત અનિવાર્ય છે. પછી સદ્ગુરુના 13