________________ 192 હું આત્મા છું અહીં એક વાત યાદ આવે છે. રાધાજી હમેશાં શ્રીકૃષ્ણને કહે, “પ્રભે ! જયારે હોય ત્યારે આપના મોઢામાં અર્જુનનું જ નામ હોય છે! અજુનમાં એવું શું છે ? આપને કેમ એ આટલે બધે વહાલે છે ?" આપણું આ મને વૃત્તિ છે કે આપણે જેના પ્રત્યે પ્રેમ ધરાવતા હોઈએ, તેને પણ આપણે એટલા જ વહાલા હોવા જોઈએ. એટલું જ નહીં પણ આપણે એમઈચ્છતા હોઈએ કે આપણા કરતાં એને વધુ વહાલું બીજું કેઈન જ હોય. કેમ હોઈ શકે ? પણ ભાઈ ! પ્રેમ કંઈ દાવા કે અધિકારથી મળતું નથી, એ તે સહજ વૃત્તિ છે. અંતરમાંથી સહજ કુરિત ભાવ છે. રાધાજીને પણ મનમાં એમ જ હતું કે શ્રી કૃષ્ણને મારાથી વધારે કેઈ ન હોવું જોઈએ. તેથી તેઓ કૃષ્ણને કહે છે: “ભલે અર્જુન માટે બાણાવળી હોય પણ તેથી તમે વારંવાર એનું નામ રટયા કરો, એવું તે કંઈ હોય ? સાંભળી કૃષ્ણ માત્ર હસ્યા. જવાબ ન આપ્યો. મનમાં વિચાર્યું કે સમય આવશે ત્યારે જવાબ મળી રહેશે. અને થોડા સમય પછી એવું બન્યું કે અજુન ખાટલા પર સૂઈ ગયા હતે, થોડે દૂર રાધા અને કૃષ્ણ વાત કરતાં બેઠાં હતાં. એકાએક કૃષ્ણની નજર અર્જુન તરફ ગઈ. અર્જુનના લાંબા વાળ બાટલા ઉપરથી સરી જઈ નીચે જમીન પર પડતા હતા, તે જોઈ કૃષ્ણ રાધાને કહ્યું: " જાવ તે રાધાજી ! અર્જુનના વાળ ખાટલાથી નીચે પડે છે, તે જરા ઉપાડીને ખાટલા પર સરખા મૂકી દો ને ! જે જે જાગી ન જાય હોં " બંધુઓ ! કેટલું વાત્સલ્ય હશે કૃષ્ણને અર્જુન પ્રત્યે ? રાધાજી ગયાં. હળવેથી વાળ ઉપાડયા, અને ખાટલા પર મૂકે છે ત્યાં થભી ગયાં. બે-ચાર મિનિટ સુધી ખસી ન શકયાં. કૃષ્ણ જોઈ રહ્યા. સમજી ગયા. રાધાજી આવ્યાં. મનમાં હસતાં કૃષ્ણ પૂછે છેઃ " રાધાજી ! કેમ આટલે સમય લાગે? કામ તે અધી મિનિટનું હતું. શું થયું તમને ?" રાધાજી કહે, “પ્રભુ ! એક આશ્ચર્ય !' કૃષ્ણ કહેઃ “શું ? " પ્રત્યે ! મેં એના વાળ ઉપાડયા, અને ખાટલા પર ગોઠવવા ગઈ ત્યાં તે વાળમાંથી શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ અવાજ નીકળતો હતે. હું તે થંભી ગઈ.”