________________ પ્રત્યક્ષ સદ્ગુરુ વેગ 181 હોય તે પણ પિતાનો કદાચ ન છોડે. ઉપદેશ સાંભળે તે પણ પિતાને રુચે એવું કહે તે ગ્રહણ કરી લે અને સત્ય હોવા છતાં પણ અરુચિકર હોય તો ગ્રહણ ન કરે. અર્થાત્ પિતાની માન્યતા સાથે લઈને જ સાંભળવા બેઠા હોય તેથી ગુરુદેવના યોગે પણ કાંઈ પામી શકે નહિ. મોઢામાં મીઠાને કણ લઈને મીઠાઈને રસ માણવા જતી કીડી જેવી આ વાત છે. મીઠાઈને રસ લે હોય તે મીઠું મોઢામાંથી કાઢી નાખવું પડે. બંધુઓ ! વ્યવહારમાં આ વાત આપણને ખબર છે, શિખવવી પડતી નથી, માને કે એક કાચની બોટલમાં કેઈ એ પદાર્થ ભર્યો છે જે ખાવા લાયક નથી, અને તેમાં ખાવા યેગ્ય પદાર્થ ભરે છે તો શું કરશો? પહેલાં તે ખાલી કરશે અને પછી એવી રીતે બરાબર સાફ કરશે કે પિલા પદાર્થની ગંધ પણ તેમાં ન રહે. ત્યારપછી જ તેમાં બીજુ ભરે. એક સીધી-સાદી વાત કરું. શિયાળાના દિવસો છે. સવારે નાસ્તો કરવા બેઠા. પહેલાં ખાધે અડદિયે અને પછી ચા પીવી છે. તે તરત ચા નહીં પીએ. પણ વચમાં કંઈક ખારી ચીજ ખાઈ લેશે. કેમ? જે સીધી ચા પીએ તે તેને Taste ન આવે. ચા મળી લાગે. પણ ચાને Taste લેવો છે તો પહેલાં Taste ને change કરે છે. તો જ ચા પીવાની મઝા આવે. બંધુઓ ! આ વાત શીખવવી પડતી નથી. પણ સત્સંગ કરવા આવે ત્યારે સંસારના, કદાગ્રહના, મિથ્યા માન્યતાના Taste મનમાંથી કાઢીને આવશે તો જ સંતના ઉપદેશને રસ લાગશે અને તે ગ્રહણ કરવા જેવું છે તેમ લાગશે. જીવને અંદરમાં પડેલો અહં જ સદ્ગુરુના ઉપદેશને આત્મસાત થવા ન દે. માટે અહં છોડીને સદ્ગુરુનું શરણ સ્વીકારવું પડશે. બંધુઓ! સદ્દગુરુને પેગ સફળ ત્યારે જ કહેવાય કે એમના સંગે, સંસારની રુચિ ઓછી થાય અને આત્મલક્ષ વધે. ઉપદેશ સાંભળે ત્યારે એમ થાય કે મારે માત્ર સાંભળવા ખાતર જ નથી સાંભળવું પણ તેમાંથી કંઈક પામી જવું છે, કઈક મેળવી લેવું છે. એવી તીવ્ર પિપાસા જાગે. અરે ! ગૃહસ્થાશ્રમને ચલાવવા ધધો કરતા હે,વ્યવહાર સાચવતા હે, પણ અંતરથી એવી ભાવના રહે કે હે પ્રભુ ! કયારે વેગ મળે ને કયારે